અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદની મણીનગર સેવેન્થ ડે સ્કુલમાં અભ્યાસ કરતા નયન સતવાણી નામના વિધાર્થી પર 12 ઓગસ્ટના રોજ સ્કૂલના વિધાર્થીએ હુમલો કરીને હત્યા નિપજાવી હતી. ત્યારથી સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે વાલીઓના વિરોધ અને હાઇકોર્ટની સૂચના પ્રમાણે સ્કૂલ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આજે જિલ્લા શિક્ષણ વિભાગના નિરીક્ષકોએ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતુ.

સ્કૂલમાં હવે સતત એમ્બ્યુલન્સની હાજરી ઉપરાંત 2 નર્સની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે કેમ્પસમાં CCTVની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ હવે શુક્રવારથી ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર અન્ય ધોરણમાં પણ ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર શરૂ થશે. 3 ઓક્ટોબરથી ઓફલાઇન વર્ગો શરૂ થશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગના નિર્દેશ અને સલામતીના ધારા ધોરણની પૂર્તતાનાં આધારે શાળા શરૂ થશે. તેમણે માહિતી આપી કે, 3 ઓક્ટોબરથી ધો-10 અને ધો-12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે.

