વાઘોડિયા તાલુકાના વિકસીત જરોદ ગામે છેલ્લા 2022 ના વર્ષ થી જરોદ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ને પોલીસ સ્ટેશન માં ફેરવાવયો ત્યારે હાલ પોલીસ સ્ટેશન ભાડા ના મકાન કાયૅરત છે જુનું અને જાણીતું ક્રાઇમ ને હંમેશ માટે કાબુ માં રાખતું વિવિધ સગવડો થી પરીપૂર્ણ લોક ફાળા થી શુસોભીત આઉટ પોસ્ટ પોલીસ ચોકી ને જરોદ ગામ તેમજ પંથકમાં આવતા ગામડાં ના સરપંચો સહિત આગેવાનો ને વિશ્વાસ માં લીધાં વિના કોણે તોડી પાડ્યું અને કોણા કહેવાથી અને શા કારણે તોડ્યું જે આજે પણ રહસ્ય ને કોઈ જાણી શક્યું નથી ત્યારે હાલ જરોદ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ને નેસ્તનાબૂદ કરયા પછી જરોદ સ્ટેશન વિસ્તાર બેન્ક રોડ, જરોદ રેફરલ ચોકડી વિસ્તાર, જરોદ એસ્સાર પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં કાયમી ધોરણે છાશવારે ટ્રાફીક જામ ની સમસ્યાઓ સામે જાહેર જનતા હેરાન પરેશાન થઈ રહી છે
અને વયોવૃદ્ધ, કે નાના બાળકો સહિત બહેનો ને સામાન્ય જાહેર માર્ગો ને ઓળંગતી વખતે નવ નેજા આવી જતા હોય ત્યારે સ્વભાવિક પણે જરોદ પોલીસ સ્ટેશન જ્યારથી કાયૅરત થયું છે ત્યારથી નિયમિત રીતે શાંતી સમીતી બેઠક યોજાતી હોય છે ત્યારે ત્યારે ગામ જાગૃત નાગરિકો અને સ્થાનિક પત્રકારો દ્વારા ટ્રાફિક જામ ની સમસ્યાઓ નો પ્રશ્ન ઉદભવતો હોય તે જુજ સમય માટે જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ કરમુકર ને જાહેર જનતા ના જાહેર માર્ગો અદશ્ય બન્યા હોવાનો અહેસાસ થતાં અને ગ્રામ જનો ની રજૂઆત પગલે જરોદ રેફરલ ચોકડી થી લઈને એસ્સાર પેટ્રોલ પંપ ચોકડી સુધીના 8 જી આર ડી જવાનો ની દિવસ દરમિયાન ની વહિવટી મંજુરી મેળવી ને ટ્રાફીક પોઇન્ટો પર જી આર ડી જવાનો ને તેમણા સમયકાળ દરમિયાન ખડકેલા રહ્યા હતા ત્યાર બાદ પી આઈ કરમુરકર સાહેબ ની ટુંકા ગાળામાં બદલી થતાં જ 8 આઠેય જી આર ડી જવાનો ને જરોદ રેફરલ ચોકડી અને ખંડેવાડા સરહદ ની ચેક પોસ્ટ પર જરોદ ગામ નાં આગેવાનો ની જાહેર જનતા ના સુખ સગવડો ને રામભરોસે મુકીને ગોઠવી દેતા હાલ જરોદ ગામ ની ટ્રાફીક જામ ની સમસ્યાઓ ને લીધે જાહેર માર્ગો અદ્શ્ય બન્યા હોવાથી છાશવારે વાહન ચાલકો માં નાની મોટી તકરાર થાય છે અને નાના મોટા અકસ્માતો ની વણજાર ચાલુ રહેતા જરોદ પોલીસ સ્ટેશન ની હદ માં આવતા ગ્રામ જનો માં જરોદ પોલીસ સ્ટેશન ના વહિવટ સમક્ષ કાયદો અને વ્યવસ્થા ભાગી પડતાં સવાલો ઉઠવા પામ્યા છે સાથે સાથે જરોદ ટાઉન ના રાત્રી દરમિયાન ના ગ્રામ જનો ની જાન માલ ની સુરક્ષા અથે જી આર ડી જવાનો પણ મોટા ભાગના પોઇન્ટ પર બંધ થતાં કેવળ પોલીસ દાદા ઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં હોમ ગાર્ડ પોઇન્ટો નો સિલસિલો અંક બંધ રહેતા ગ્રામ જનો માં અસંતોષ સાથે રોષ વ્યાપી ગયો છે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ને આટો જેવો ઘાટ સજૉતા ગ્રામ જનો માં દિવા તળે અંધારું જેવો ઘાટ પણ જોવા મળતા હાલ જરોદ ગામ નાં જાગૃત નાગરિકો ના મતે જરોદ પોલીસ સ્ટેશન ના મિલનસાર સ્વભાવ ના નવા નિમાયેલા પી આઈ એમ આર ચૌધરી સાહેબ આ સમગ્ર સમસ્યાઓ ને ધ્યાને લઇ જાહેર જનતા માં કાયદો અને વ્યવસ્થા ના ભાગરૂપે ન્યાયી રીતે સમસ્યાઓ નો અંત લાવે એવો સુર જાગૃત નાગરિકો માં ઉઠવા પામી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


