પોરબંદર જિલ્લાના કુતિયાણાના માલ ગામના ખેડૂત પરિવારમાં સ્વ. ગાંગાભાઈ રાજશીભાઇ ઓડેદરા ના પરિવારમાં દુઃખદના પ્રસંગમાં પણ મૃતકના અવસાન બાદ તેમનું ચક્ષુદાન કરી બીજા અંધ વ્યક્તિનો સહારો બની દેખતા થાય તેવો માનવીય ધર્મ બજાવવામાં સાતત્ય દર્શાવે છે.
ગત.તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ કુતિયાણાના માલ ગામના ખેડૂત પરિવાર માં સવદાસભાઈ ગાંગા ભાઈ સ્વ.ભીમભાઇ ગાંગાભાઈ અને બોદાભાઈ ગાંગાભાઈ ઓડેદરાના માતુશ્રી અને પ્રતાપભાઈ ભીમાભાઈ ઓડેદરાના દાદી માં પુરીબેન ગાંગાભાઈ ઓડેદરા ઉ.વ.૮૫ નું દુઃખદ અવસાન થયું હતું. અને અવસાન પણ રાત્રિના સમયે થયું હોય ત્યારે પણ આ ઓડેદરા પરિવારમાં કુદરતી દુઃખદા આવી હોવા છતાં છાતીએ હિમંત રાખી અને પોતાના આપ્તજનોના ચક્ષુદાન દાનથી બીજા અંધ વ્યક્તિ ને આંખો મળતા નવી જિંદગી મલે અને ઉજાશ સાથે જગતમાં આવે તેવી ઉમદાભવના થી ચક્ષુદાન કરી માનવતાનો દાખલો બેસાડ્યો છે
મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની પ્રવૃત્તિ ને પ્રજવલ્લિત રાખનાર આ પરિવારના પ્રતાપભાઈ ભીમભાઇ ઓડેદરા અને તેમના પરિવારે કુટુંબના મોભી અને દાદી પુરીબેનનું અવસાન થતાં તેની આંખ બીજા દ્રષ્ટિહિન વ્યક્તિ ને આપવાથી તે દેખતા થાય તેવી ઉમદા ભાવ રાખી સૌ પરિવારે આવું કાર્ય કરવામાં ખુશી વ્યક્ત કરતા રાત્રિના સમયે પોરબંદર ચક્ષુદાન પ્રવૃત્તિ ને સતત ઉજાશ કરી લોકોમાં જાગૃતિ લાવનાર ડોક્ટર નો સંપર્ક કરી ચક્ષુદાન, દેહદાન ડોનેશન માટે ના “સર્જન પરિવાર” ના ડૉ.નીતિન પોપટ ને બોલાવી ચક્ષુદાન કરવાનો નિર્ણય કરેલો.
પોરબંદર જિલ્લા એ થી કુતિયાણાના માલ ગામ અંદાજે ૩૫ કિ મી.દૂર થાય અને વળી રાત્રી નો સમય છતાં ડોક્ટર નીતિન પોપટ અને તેમના સાથી આનંદ ભાઈ રજાણી એ ચક્ષુદાન આપતા હોય તો ૨૪ કલાક આવા કાર્ય માટે અમો તૈયાર જ છીએ.ત્યારે સામેથી ચક્ષુદાન ડોનેટ આપનાર સવદાભાઈ, બોદાભાઈ અને પ્રતાપભાઈ ભીમભાઇ ઓડેદરા પરિવાર પોતાને ત્યાં દુઃખદ બિના બનેલ હોવા છતાં ફોર વ્હીલ ગાડી પોરબંદર સુધી દોડાવી અને બને ડોકટરો ને માલ ગામ લાવી અને મોડી રાતે સદગત પુરીઆઈ ના ચક્ષુનું દાન કરેલ. અને તેઓને
સહી સલામત ચક્ષુદાન લઈ ને આ પરિવારે પોતાની ગાડીમાં પોરબંદર ડોકટરો ને પહોંચાડી ખરા અર્થમાં માનવધર્મ બજાવ્યો હતો. આવા સારા ચક્ષુદાન કાર્યની માલ ગામમાં પણ વાત ફેલાતા અને આજુબાજુ ના લોકોએ નજરે જાય પછી આ ઓડેદરા પરિવારનું અનુકરણ કરવાની તૈયારી બતાવી પોતાના આપ્તજનો જ્યારે પણ પ્રભુના પ્યારા બને ત્યારે ચક્ષુદાન કરવાની તૈયારી બતાવતાં ચક્ષુદાનની માલ ગામમાં જાગૃતિ આવેલ હોવાનું પ્રતાપભાઈએ જણાવેલ.
અત્રે યાદ આપવું ઘટે કે આ પહેલા પણ આજ પરિવારમાં દશ વર્ષ પહેલાં એટલે કે ગત ૧૦/૦૬/૨૦૧૫ના રોજ ગંગા ભાઈ રાજુભાઈ ઓડેદરાનું અવસાન થતાં ચક્ષુદાનના મહરે સમાજના પ્રણેતા સ્વ. સાજણ ભાઈ ઓડેદરાની પ્રેરણા લઈને માલ ગામના આ ઓડેદરા પરિવાર એ ચક્ષુદાન આપેલ હતું.
પોરબંદર જિલ્લામાં નેત્રદાન. (ચક્ષુદાન), સ્કીન ડોનેશન અને દેહદાન માટે ૯૫૨૬૨૪૧૦૦૧/ ૯૩૨૮૦૬૬૮૬૮ નંબરના મોબાઈલ ઉપર ૨૪ કલાક દેહદાન કરવા માટે ડોક્ટર નીતિન પોપટ ૩૬૫ દિવસનો સંપર્ક કરવા જણાવેલ છે
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ


