GUJARAT : જંબુસર બી.આર.સી ભવન ખાતે શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

0
45
meetarticle

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જંબુસરના બી.આર.સી. ભવન ખાતે ધોરણ ૩ થી ૮ના શિક્ષકો માટે પ્રથમ સત્રની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ ૧૮-૮-૨૦૨૫ થી ૨૯-૯-૨૦૨૫ સુધી ત્રણ તબક્કામાં યોજાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ભાગ રૂપે, શિક્ષણ પ્રણાલીમાં સુધાર લાવવા અને શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને શિક્ષણના વર્તમાન પ્રવાહો અને પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે, જેથી તેઓ વિદ્યાર્થીઓને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકે. આ તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો વિજ્ઞાન વિષય પર કેન્દ્રિત હતો, જેમાં જંબુસર તાલુકાના લાયઝન અધિકારી ડો. જતીન મોદી, બી.આર.સી. અશ્વિન પઢીયાર, વિવિધ તજજ્ઞો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ શિક્ષકોની શૈક્ષણિક અને વ્યાવસાયિક સજ્જતા વધારવામાં મદદરૂપ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here