AHMEDABAD : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
88
meetarticle

અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે.
ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here