જેસીઆઈ જેતપુર તેમજ નવાગઢ સમસ્ત ગામ તેમજ બાપા સીતારામ વૃદ્ધાશ્રમ ના સહયોગથી વૃદ્ધોને યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે અને60 વષૅથી ઉપર ના વુધ્ધ ની યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. આશરે 56 જેટલા પુરુષો તથા સ્ત્રીઓ વૃધ્ધશ્રમ તેમજ નવાગઢ માં થી લઈ.યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.
બાપા સીતારામ વૃદ્ધાશ્રમ જેતપુર થી પ્રાચીતથા તથા ભાલકા તીર્થ ગોરખ મઢી આજોઠા ભાલ્કેસ્વર તથા સોમનાથ,ત્રિવેણી સંગમ,ગીતામંદિર, અનેક સ્થળોએ યાત્રા કરાવેલ.
જેસી આઈ જેતપુર દ્વારા નિઃશુલ્ક અંતિમયાત્રાવાન, ભાદર ડેમ ઉપર વિશાળ ચેકડેમ, સ્મશાન ગૃહ માં પ્રાથૅના હોલ,પિતા વગરના બાળકોને વિદ્યાદાન પ્રોજેક્ટ, સમૂહ લગ્ન, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, મંદ બુદ્ધિના બાળકોને ભોજન, સર્વ રોગ નિદાન કેમ્પ, ડેડ બોડી ફ્રીજર, ઓર્થોપેડિક સાધનો , રાહત દરે નોટબુક વિતરણ તથા શ્રી નાથજી ની ઝાંખી આ બધી નિશુલ્ક સેવા જેસીઆઈ જેતપુર દ્વારા 54 વર્ષ થી કરી રહ્યા છીએ
જેસી આઈ જેતપુર પ્રેસિડન્ટ જેસી રમેશ માલવિયા તથા સેક્રેટરી જેસી શૈલેષ ઠુંમર તથા પ્રોજેક્ટ ચેરમેન જેસી રાકેશ રૂડાણી તથા નવાગઢ ગામ ના કાયૅકતા જયેશ સોલંકી તથા રમેશભાઈ પાદરીયા,તથા બાપા સિતારામ વૃદ્ધાશ્રમ ના સંચાલક મુકેશબાપુ સેવા આપવા માં આવી.


