VADODARA : ૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ

0
66
meetarticle

વડોદરા,૧૩ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે દારૃ, ટ્રક સહિત ૨૦.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વરણામા પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલી  મરૃન કલરની એક ટ્રક મધ્યપ્રદેશથી છોટાઉદેપુર થઇ ડભોઇ વેગા ચોકડી થઇ વડોદરા આવનાર છે. જેથી, પોલીસે કેલનપુર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ટ્રક શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે ટ્રક ઉભી રાખી ચેક કરતા બિયરના ૧૧,૧૮૦ ટીન કિંમત રૃપિયા ૧૩.૬૬ લાખના મળી આવ્યા હતા. પોલીસે દારૃ, મોબાઇલ, પ્લાસ્ટિકના  ખાલી કેરેટ, મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૨૦.૭૭ લાખનો મુદ્દામાલ કબજે  કર્યો છે. પોલીસે આરોપી જગદીશ કનૈયાલાલ રાવત (રહે. રાહુખેડી ગામ, પો. માંગલીયા,તા. સાવેર, જિ.ઇન્દોર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here