રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ટૂંક સમયમાં મુલાકાત કરશે. અમેરિકાના અલાસ્કામાં બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે.
પુતિનના વિમાન માટે ખાસ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે. પુતિન જે દિવસે આવશે તે દિવસે એ વિસ્તારને ‘નો ફ્લાઇન્ગ ઝોન’ જાહેર કરવામાં આવશે. પુતિન માટે સમગ્ર સુરક્ષા સીક્રેટ સર્વિસના હાથમાં હશે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત
વ્લાદિમીર પુતિન અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અલાસ્કામાં યોજાશે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિને સુરક્ષિત લઇ લેઇ જવા અને મુકવા માટે ક્રેમલિનના સુરક્ષાકર્મીઓને સ્પેશ્યલ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પુતિન અને ટ્રમ્પ અલ્મેંડોર્ફ-રિચર્ડસન સેના ઠેકાણા મળશે.
સુરક્ષાની દ્રષ્ટીએ આ સેનાના ઠેકાણા સૌથી સુરક્ષિત છે. મુલાકાત માટે જે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેને મુજબ ટ્રમ્પ અને પુતિન આમને સામને બેસશે. અને માત્ર 2 મિનીટમાં જ ટ્રમ્પ સમજી જશે કે, પુતિન યુદ્ધ વિરામ ઇચ્છે છે કે નહી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બેરિંગ સ્ટ્રેટના માર્ગે અલાસ્કા આવશે.
તેઓ રશિયાની એયરસ્પેસથી સીધા જ યુએસ એરપોર્ટ પર પ્રવેશ કરશે. પુતિનના આગમનના કારણે કેટલીક ફ્લાઇટ પણ પ્રભાવિત થશે. પુતિનને વિશેષ સુરક્ષા પ્રોટોકોલ આપવામાં આવશે.
અલાસ્કા સ્થળ કેમ કરાયું પસંદ ?
અલાસ્કા ભૂતકાળમાં રશિયાનો જ ભાગ હતો. જેને રશિયાના જારે અમેરિકાને વેંચી દીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં વોરંટ જાહેર કર્યુ છે. અમેરિકા આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને માનવા માટે બાધ્ય નથી. પુતિનનું જહાજ અલાસ્કાની સરહદોમાં પણ જઇ શકે છે. અન્ય દેશોમાં બેઠક યોજવા માટે સરહદના નિયમો અને કોર્ટના આદેશો માનવા પડે છે. જ્યાં પુતિનની ધરપકડ પણ કરવામાં આવે છે. યૂક્રેને જણાવ્યુ છે કે રશિયા વાતને વધારે પડતું આગળ ખેંચી રહ્યુ છે.


