NATIONAL : ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખતા કહ્યું ”મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે”

0
65
meetarticle

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર પહેલા ટેરિફ નાખ્યા પછી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીફ કરતાં તેમને  ખૂબ જ શાનદાર વ્યક્તિ ગણાવ્યા છે.  તેમણે જણાવ્યું હતું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ બંને દેશ પર ૧૦૦ ટકા ટેરિફ નાખવાની ધમકી આપીને રોકાવ્યું હતું. મેં તેઓને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, તેઓએ ફક્ત પાંચ જ કલાકમાં સમાધાન કરી લીધું.

ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં બંને દેશોને જણાવ્યું હતું કે હું તમારી સાથે કોઈ ટ્રેડ ડીલ કરવા માંગતો નથી. તમે પરમાણ યુદ્ધ તરફ જઈ રહ્યા છે. આ યુદ્ધમાં લગભગ સાત યુદ્ધવિમાન તૂટયા હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો. આ દરેક વિમાન ૧૫ કરોડ ડોલરનું હતું. જો કે અગાઉ ટ્રમ્પે પાંચ યુદ્ધવિમાન તૂટયાનો દાવો કર્યો હતો. પણ આ યુદ્ધવિમાન કયા દેશના તૂટયા તે જણાવ્યું ન હતું.

તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી સાથે મારી પાંચ કલાકની વાતચીત પછી શાંતિની આ ડીલ થઈ છે. મેં તેમને ૨૪ કલાક આપ્યા હતા.  તેમણે પાંચ કલાકમાં શાંતિ સ્થાપી દીધી. તેમનો દાવો હતો કે મેં વિશ્વમાં ચાર યુદ્ધ તો ફક્ત ટેરિફની ધમકી આપીને જ રોકાવ્યા છે. મારા શાસનના સાત મહિનામાં મેં સાત યુદ્ધ રોકાવ્યા છે.  તેમણે જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અત્યંત ઘણું ભયજનક હતુ. તે પરમાણુ યુદ્ધ સુધી જઈ શકે તેમ હતુ. મેં આ યુદ્ધ રોકાવ્યું છે. જો કે ભારત તરફથી સત્તાવાર રીતે એમ જ કહેવાયું છે કે પાક તરફથી ડીજીએમઓએ કરેલી વિનંતી પછી ભારતે આ યુદ્ધ રોક્યું હતું. તેમા ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા ન હતી. આમ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ રોકાવવાને લઈને ટ્રમ્પના દાવાને હંમેશા ફગાવતું આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરના રોજ ચીનમાં યોજોનારી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને ત્યાં પુતિન પણ આવે તેવી સંભાવના છે. આ સંજોગોમાં રશિયા-ચીન-ભારતની નવી ધરી આકાર લે તેવી પૂરેપૂરી સંભાવના છે. તેથી આ સંદર્ભમાં પણ ટ્રમ્પનું ભારત અંગેનું નિવેદન ઘણું સૂચક છે. ટ્રમ્પ એકબાજુએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતો જાય છે અને ભારત તથા ભારતીયોની સ્થિતિ અત્યંત ખરાબ કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here