અમેરિકાએ ફરી એક વખત ભારત વિરુદ્ધ સખત વલણ સાથે જોરદાર ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જવાવાળા સામન પર 25 ટકાથી વધારે ટેરિફ લગાવવાનો આદેશ આપ્યો છે. એટલેકે હવે કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય સાત ઓગસ્ટ એટલે કે આજથી લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાયનો ટેરિફ હવે 21 દિવસ બાદ લાગુ થશે. મહત્વનું છે કે ટ્રમ્પના આ બેવડા વલણથી ભારત ચોક્કસથી નારાજ થયુ છે. વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા પણ આવી છે. પરંતુ આ પગલાને કારણે કપડાં, ચામડા અને સમુદ્રી ઉત્પાદકોને મોટી માત્રામાં નુકસાન થવાની આશંકા છે.
યુરોપ છે રશિયાનો સૌથી મોટો ખરીદદાર
અમેરિકા અને યુરોપ એક તરફ રશિયા પર પ્રતિબંધો લાદવાની વાત કરે છે પરંતુ બીજી તરફ તેઓ પોતે જ ત્યાંથી વિશાળ માત્રામાં ઊર્જા ખરીદી રહ્યા છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર ના આંકડા મુજબ 2025માં યુરોપિયન યુનિયન રશિયા પાસેથી 37 ટકાથી પણ વધારે પાઇપલાઇને ગેસ ખરીદીમાં ટોચ પર છે. એટલું જ નહીં રશિયાથી લિક્વિફાઈડ નેચરલ ગેસની ખરીદીમાં પણ યુરોપનો હિસ્સો 50% છે. એટલે એ તો સ્પષ્ટ થઇ ગયુ થે કે યુક્રેન યુદ્ધ હોવા છતાં યુરોપ હજુ પણ રશિયન ઉર્જા પર નિર્ભર છે. તેમ છતાં ભારત પર ટેરિફ વધારવામાં આવે છે. ભારત સાથે બેવડું વલણ કેમ?
ભારત સાથે બેવડું વલણ કેમ?
જો રશિયાનો સૌથી મોટો ઊર્જા ખરીદદાર કોઈ હોય તો તે ચીન છે.2025માં ચીને રશિયાથી 47% ક્રૂડ ઓઇલ અને 29% પાઇપલાઇન ગેસ ખરીદી.આ આંકડા એ દર્શાવે છે કે ચીન હવે રશિયાનો મોટો આર્થિક સાથી બની ગયો છે. ટ્રમ્પને આ વાતનો ખ્યાલ હોવ છતાય અમેરિકા પશ્ચિમી દેશો ચીન પર એવા ટેરિફ નથી લાદતા. આ ડબલ સ્ટાન્ડર્ડનુ એક મોટુ કારણ એ છે કે ભારત એટલે જ ખુલ્લેઆમ પોતાના હિતોની વાત કરે છે. એવુ કહી શકાય કે જ્યાં સુધી ટ્રમ્પની વાત ભારત માને તો બધુ ઠીક છે. પરંતુ પોતાના દેશ અને હિતો માટે સ્વતંત્ર નીતિ અપનાવે તો તેને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે.
Trump India 50% tariff, US India trade war, India cancels Boeing deal, Europe Russia energy, China Russia oil trade, US double standards, I
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો નિર્ણય ભારત સામે માત્ર આર્થિક હુમલો નથી. પરંતુ પશ્ચિમી દેશો અને ભારત વચ્ચેના તફાવતને ખુલ્લો પાડે છે. એક તરફ યુરોપ પોતે રશિયા પાસેથી ઉર્જા ખરીદે છે. તો તેની સામે કોઇ જ વાંધો નહીં અને બીજી તરફ ભારતને રોકવા પ્રયત્ન કરે છે. આ બેવડું વલણ નથી તો શું છે.આ ટેરિફ બાદ ભારતે અમેરિકા સાથેના 31,500 કરોડની ડીલ પણ રદ્દ કરી છે. એટલે કે ટ્રમ્પના ગાલ પર ભારતનો તમાચો છે.


