ટ્રમ્પ રોજ સવારે ઉઠીને નવી નવી વાતો કરે છે. ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાડવાની વાત છે ૮ મી ઓગસ્ટ સુધી આ ટેરિફ મુલત્વી રાખ્યો છે. અમેરિકા મોદીને પોતાના દોસ્ત ગણાવે છે પણ વાતો દોસ્તી જેવી નથી ટ્રમ્પ માત્ર પોતાનો અને અમેરિકાનો સ્વાર્થ જોઈએ છે. ટ્રમ્પની વાતો પરથી લાગે છે કે ટ્રમ્પ ભારતને કોઈ ફાયદો આપવાના મુડમાં નથી.
ટ્રમ્પ ભારતમાં કૃષિ અને ડેરીની પ્રોડક્ટ વેચવા માંગે છે. જે ભારતને મંજૂર નથી ટ્રમ્પ ભારતને હથિયારો અને વિમાન વેચવા માંગે છે જેની ભારતને કશી પણ જરૂર નથી.
જો અમેરિકા ભારતમાં કૃષિ ડેરી અને ફાર્મા માં નિકાસ કરે તો ભારતમાં આ ત્રણનો વેપાર ખત્મ થઈ શકે છે લાખો લોકો બેકાર થઈ જશે ભારતમાં આમ પણ બેકારી બેરોજગારી બહુ છે એમાં આપને અમેરિકા સાથે વેપાર પોષાય એમ નથી ટ્રમ્પ આપણા મહામહેનતે ચાલતા વેપાર ધંધા ખલાસ કરવા માંગે છે જે આપણે કોઈ કાલે પોષાય એમ નથી.
અમેરિકાની પાંચ દાયકા જુની નીતિ હજુ બદલાઈ નથી. રશિયા સાથે ફ્રુડ અને હથિયારોની ખરીદી બદલ દંડ ફટકારવવો.
ભારતના કટ્ટર દુશ્મન અને ત્રાસવાદના જન્મદાતા ક્રૂડ ઓઇલ સંશોધન અને ઉત્પાદનની જાહેરાત પણ કરી લીધી.
ટ્રમ્પ ટેરિફના જોરે દુનિયાને ઝુકાવવા માંગે છે રાજનીતિમાં કોઈ કોઈનું દોસ્ત હોતું નથી બધા ખાલી પોતાનો સ્વાર્થ અને પોતાનો મતલબ પોતાનો ફાયદો જોઈ છે. દોસ્તીની ખાલી હવામાં વાતો થાય છે.
ગાઝામાં નિર્દોષ ભુખે મરી રહેલા રસ્તે રખડતા લોકો ઉપર મિસાઈલ હુમલાઓ કરી કત્લેઆમ કરી રહેલા ઇઝરાયલને તન મન અને ધન ઉપરાત હથિયારો ભરપુર અને નફ્ફટાઈથી મદદ કરી રહ્યા છે
. ટ્રમ્પના ટેરિફની અસર ભારતમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા ટેકસટાઇલ
જેમ એન્ડ જ્વેલરી ઓટો પાર્ટસ અને ફાર્મા ઉદ્યોગ પર થવાની છે. કૃષિ અનેડેરી ઉદ્યોગ પર અમેરિકા કબજો ઇચ્છે છે
અમેરિકા કોઈનું મિત્ર નથી અમેરિકાએ દુનિયાની બહુપક્ષીય સંસ્થા યુનાઈટેડ નેશન વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનીટરી સસ્થાઓને પોતાના ઇશારે નચાવી છે.
અમેરિકા એ વિયેટનામ ઇરાક ઈરાન લીબિયા અફઘાનિસ્તાન ક્યુબા વેનેઝુલા દેશોને બરબાદ કરી નાખ્યા છે. હવે અમેરિકાની નજર વધુ શક્તિશાળી રશિયા ચીન અને ભારત પર છે. વર્તમાન વિશ્વમાં ભારતે ડરવાની જરૂર નથી પરંતુ એટલું ચોક્ક્સ વિચારવવું પડશે અમેરિકા સાથે કેટલા સબંધો રાખવા કેટલી મિત્રતા રાખવી અને અમેરિકાના ભોગે બીજા કોઈ દેશ સાથે દોસ્તી રાખવી નહી
અમેરિકા સાથે દોસ્તી શકય નથી. સ્વાર્થના સબંધો રાખી શકાય પણ દોસ્તી તો નહી જ અમેરિકાએ ડોલર થકી પાંચ દાયકાથી દુનિયાને હંફાવી છે. ડોલર છાપી અમેરિકનો અને દુનિયાને દેવું કરી ઘી પીતા કર્યા છે. અમેરિકા ઉપર ૩૭ ટ્રિલિયન ડોલરનું દેવું છે દેવું કરવાની શક્તિ ઘટી રહી છે એટલે ટેરિફના નામે દુનિયાને દબાવવા નીકળ્યા છે.
ભારતે સાવધાન રહેવું પડશે અમેરિકા ચીન અને પાકિસ્તાન સાથે વિશેષ કાળજી લેવી પડશે.


