BOLLYWOOD : તૃપ્તિ ડીમરીએ ફિલ્મ એનિમલ પછી ખોટી ફિલ્મોની પસંદગી કરી

0
66
meetarticle

તૃપ્તિ ડીમરી ફિલ્મ એનિમલ પછી બોલીવૂડના માંઘાતાઓમાં પ્રથમ ક્રમાંકે આવતી હતી. પરંતુ તેણે પોતાની આગામી ફિલ્મોની પસંદગી વગર વિચારે કરી હોવાથી તે સફળતાથી દૂર રહી  હોવાનો દાવો તેના એકટિંગ કોચ સૌરભ સચદેવાએ કર્યો છે.

તૃપ્તિનો એકટિંગ કોચ અને તેનો સહકલાકાર રહી ચુકેલા સૌરભ સચદેવે કહ્યું હતુ ંકે, મને લાગે છે કે, તેણે બેડ ન્યુઝ અને વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો જેવી ફિલ્મોમા ંકામ કરવાનો નિર્ણય ખોટો હતો. તેની સાથે મને ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ રહ્યો છે.મેં તેની સાથે ધડક ટુમાં પણ કામ કર્યું હતું.  તે કેમેરા સામે સારી લાગે છે, તે મહેનત પણ સખત કરે છે, સેટ પર તેના કોઇ નખરા નથી હોતા.

પરંતુ  તેની પસંદગી ખોટી રહી હોવાથી સફળતા તેનાથી દૂર રહી. દરેક કલાકારે આના પરથી શીખવું જોઇએ,  યોગ્ય પસંદગી જ તમારા માટે સફળતાના દ્વાર ખોલી આપે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here