GUJARAT : અંકલેશ્વરમાં ટર્પેન્ટાઇન તેલની ચોરી: બે ટ્રક ચાલકોની ધરપકડ

0
57
meetarticle

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપની એશિયન પેઇન્ટ્સમાંથી ટર્પેન્ટાઇન તેલની ચોરી કરનાર બે ટ્રક ચાલકોની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. આ ચોરીમાં આશરે 950 કિલોગ્રામ ટર્પેન્ટાઇન તેલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 92,000 અંદાજવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, એશિયન પેઇન્ટ્સ કંપનીએ મુંબઈની બીપીસીએલ કંપની પાસેથી ટર્પેન્ટાઇન તેલ મંગાવ્યું હતું. આ તેલ લઈને આવી રહેલા ટ્રક ચાલકો ચંદન યાદવ અને સુનિલ યાદવે રસ્તામાં તેલની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ થતાં કંપનીએ તાત્કાલિક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે ઝડપી કાર્યવાહી કરતા એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here