ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સભા યોજાય તે પહેલા જ વિરોધ શરૂ થયો હતો. મહેસાણા અને પ્રાંતિજના પ્રતિનિધિની અટકાયત કરી લેવાઈ હતી.
ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં મહેસાણા જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ રમેશભાઈ નાથુભાઈ ચૌધરી અને પ્રાંતિજ શાખાના પ્રતિનિધિની સજ્જનસિંહ કાળુ સિંહ ઝાલાની અટકાયત કરાઈ હતી. બંને જણાએ ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ઠરાવનો સભા યોજાય તે પહેલા વિરોધ શરૂ કર્યો હતો. સાધારણ સભા બે સહકારી આગેવાનોની અટકાયત થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.ખેતી બેન્કની વાર્ષિક સાધારણ સભા પહેલા અટકાયત
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાધારણ સભા શરૂ થાય તે પહેલા જ ગેટ પરથી બંને સહકારી આગેવાનોની અટકાયત કરી લેવાઈ હતી.ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા કેટલાક ઠરાવોનો આ બંને પ્રતિનિધિઓ લેખિતમાં વિરોધ કરવાના હતાં. તેમની અટકાયત બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.


