TOP NEWS : ખેડબ્રહ્માની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

0
73
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને એલર્ટ કર્યાં છે. જ્યારે ખેડબ્રહ્મામાં હરણાવ નદીના પાણીમાં દેરોલ અને કેરોલ ગામ નજીક 15 લોકો ફસાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

હરણાવ નદી ભયજનક સ્તરે વહી રહી છે

મળતી માહિતી અનુસાર, હરણાવ જળાશયમાંથી 15 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં નદી ભયજનક સ્તરે વહી રહી છે. જેના કારણે ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો 15 જેટલાસભ્યો હરણાવ નદીના પાણીના પ્રવાહને કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.  આ ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે, ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પૂરના પાણીમાં ફસાયા હતા. જેને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here