GUJARAT : જોરવાડા ગામની બે સગીરાઓનું અપહરણ …

0
195
meetarticle

ભાભર તાલુકાના જોરવાડા ગામની એક સમાજ ની બે સગીર ઓ શાળા એ જવા નીકળી જેઓને ગામ ના જ ઇસમો દ્વારા ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મોટરસાયકલ પર બેસાડીને અપહરણ કરવામાં આવ્યું.

જાણવા મળતી માહિતી મુજબ જોરવાડા ગામની બે સગીર વિદ્યાર્થીની ઓ જેઓ ભોગવનાર ઉંમર 15 વર્ષ 10 માસ તેમજ 15 વર્ષ 6 માસ ની વિદ્યાર્થીનીઓ તા.30(07/2025 ના રોજ શાળા એ જવા માટે ઊભી હતી તે દરમિયાન બળવંતજી પીરાજી ઠાકોર રહે. જોરવાડા મોટરસાયકલ લઈ તેમજ મહેશભાઈ સોમાભાઈ ઠાકોર જોરવાડા મોટર સાઇકલ લઈ તેમજ એક અજાણ્યો ઇસમ મદદગારીમાં આવી શાળા એ જવા ઊભેલ સગીરા ઓ ને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારને જબરજસ્તીથી પકડી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી મોઢું દબાવી મારુતિ નંદન હોટલમાં લઈ જઈ હાથ પકડી શરીર તથા છાતીના ભાગે અડપલા કરી બીભત્સ માગણી કરેલ તે બાબતનો ગુનો બનેલ તેમજ બાદમાં બંને તહોમતદારોએ સગીરાને શાળા પાસે મૂકી અને ફરાર થઈ ગયેલ આ બાબતની ભાભર પોલીસ મથકે આવી ત્રણેય ઈસમો બળવંતજી પીરાજી ઠાકોર તેમજ મહેશ ભાઈ સોમા ભાઈ ઠાકોર સહિત મદદગારી કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ ભાભર પોલીસ કરી રહી છે

અહેવાલ : સિદ્ધરાજ ઠાકોર અસાણા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here