BHAVNAGAR : બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત

0
55
meetarticle

બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેન મોત નીપજ્યા હતા.
બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ (ઉ.વ ૩૨ ) પોતાનું મોટરસાયકલ નં જીજે ૦૪ સીઈ ૫૨૬૨ નું લઈને બોટાદ સબ જેલ ખાતેથી નોકરી પુરી કરી ઘરે જતા હતા.તે દરમિયાન અને બોટાદથી તાજપર વચ્ચે રાંદલમાના મંદિર નજીક પહોચતા સામેથી મોટરસાયકલ નં જીજે ૦૪ બીબી ૦૫૫૧ ના ચાલક મહેશભાઈ ઝવેરભાઈ સાકળીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને બે ફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી ધર્મેન્દ્રસિંહના બાઈક સાથે અથડાવી દેતા ધર્મેન્દ્રસિંહના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું.

જ્યારે મહેશભાઈને પણ વાહન અકસ્માતમાં નાની-મોટી ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ઘનશ્યામસિંહેએ બાઈક ચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here