આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે વિદેશી દારૂ ભરેલી મહિન્દ્રા xuv ગાડી ઝડપી પાડી હતી ત્યારે ફરીથી એલસીબી પોલીસે રમુણ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કારમાંથી સાત લાખથી વધુ મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલ સી.બી. પોલીસ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે કાલે મહિન્દ્રા xuv ગાડી માંથી ત્રણ લાખથી વધુ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો ત્યારે ફરીથી બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં દરમીયાન બાતમીના આધારે બીજા દિવસે રમુણ ગામ પાસેથી GJ-01-RV-0740 નંબરની ક્રેટા કારને ઉભી રખાવી કારમાં તપાસ કરતા ક્રેટા કારમાંથી સીટના નીચે ગુપ્ત રીતે સંતાડીને ગુજરાતમાં લાવતા એલસીબી પોલીસે ક્રેટા ગાડીમાંથી 185 નંગ વિદેશી દારૂની અલગ અલગ માર્કાની બોટલૉ મળી આવી હતી જોકે એલસીબી પોલીસે કુલ રૂા.7,78,967 ના મુદ્દામાલ સાથે ચાલક શ્રવણકુમાર સુનારામ મેઘવાળ રહે. મેહલુ તા. ધોરીમન્ના જી. બાડમેર (રાજસ્થાન) તથા બાજુની સીટમાં બેઠેલ ઠાકરારામ ગોકળારામ મેઘવાળ રહે. ધોળા નાડા આડેલ તા. ગુડામાલાણી જી. બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યો હતો જોકે બન્નારામ ભવરારામ મેઘવાળ રહે. મોખાવા તા. ગુડામાલાણી વાળાએ દારૂ ભરાવી દારૂ ધરાવનાર અને મંગાવનાર તમામના વિરૂધ્ધમાં બનાસકાંઠા એલસીબી પોલીસે ત્રણ લોકો સામે આગથળા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રતિનિધિ : દિપક પુરબીયા


