CHHOTAUDAEPUR : એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રણભુન ઘાટીમાં વૃક્ષારોપણ કર્યું

0
39
meetarticle

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજરોજ રણભુન ઘાટીમાં એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ બોરસલ્લી વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

આ તકે જિલ્લા સમાહર્તા સુશ્રી ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ , નાયબ વન સંરક્ષકશ્રી આર બી સોલંકી સહિતના અધિકારીગણે અશોક, આંબો, જાંબુ, પુત્રં જીવા, બદામ જેવા વૃક્ષો રોપી અભિયાનને પોષિત કર્યું હતું.

Reporter : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here