GUJARAT : નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશ અંતર્ગત: ભરૂચ SOGએ ₹7.75 લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ચાર આરોપીની ધરપકડ

0
108
meetarticle

“નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશના ભાગરૂપે, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે, SOGની ટીમે અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાં મસાલા ભરેલા એક થ્રી-વ્હીલ ટેમ્પોની તપાસ કરી, જેમાં ₹4.43 લાખની કિંમતનો 44.375 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો ₹7,75,150/- ની કિંમતના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ટેમ્પો અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે.


આ કાર્યવાહીમાં, SOG ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ આયુર્વેદિક ઉત્પાદનોના નામે નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા. તેઓ ‘અજુફા વિમલ મુનક્કા વટી’ના પાઉચમાં આ પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ કરી આર્થિક લાભ મેળવતા હતા. આ કેસ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓના નામ
* સુનિલ છેદી મોર્યા (ઉ.વ. 32, રહે. અંકલેશ્વર)

* દિલીપકુમાર શ્રીભીમસેન ઉર્ફે ઉટ્ટી ઉધોરામ તિવારી (ઉ.વ. 27, રહે. અંકલેશ્વર)

* અંશુમાનસીંગ રાઘવેન્દ્ર પ્રતાપસીંગ રાજપુત (રહે. અંકલેશ્વર)

* રાજેન્દ્રકુમાર ધર્મીચન્દ્ર લોહાર (ઉ.વ. 34, રહે. સુરત)

જપ્ત કરાયેલો મુદ્દામાલ

* 44.375 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કિંમત ₹4,43,750

* બે મોબાઇલ ફોન, કિંમત ₹10,000

* થ્રી-વ્હીલ ટેમ્પો (નં. GJ-16-AX-1322), કિંમત ₹3,00,000

* અન્ય દસ્તાવેજો અને મસાલા સહિત કુલ ₹7,75,150 નો મુદ્દામાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here