ગણપત યુનિવર્સિટીની એક કોલેજ – ” ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી “ના પ્રતિભાશાળી ચાર એન્જિનિયર્સની ટીમે આઈ.બી.એમ.દ્વારા આયોજિત એક્સપર્ટ નેશનલ હેકાથોન -2025માં ટેકનોલોજીના ક્ષેત્રે પ્રવર્તમાન કેટલાક વૈશ્વિક પ્રશ્નોના વાસ્તવિક કહેવાય તેવા ઉકેલો શોધીને પોતાની બુદ્ધિ -પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા 24 કલાકની નેશનલ કોડિંગ મેરેથોન હતી.
બેંગ્લોરની એસ.વ્યાસા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આ અવસરનું આયોજન થયું હતું, જેમાં ટેકનોલોજીના માસ્ટરમાઈન્ડ ગણાય એવા હોંશિયાર વિદ્યાર્થીઓની 125 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જે આખા દેશના વિવિધ સ્થળોએથી આવી હતી.
ગણપત યુનિવર્સિટીની વિજેતા ટીમના વિચક્ષણ વિદ્યાર્થીઓના નામો છે — કથન દેસાઈ, ધ્રુવ જેઠવાણી, મોહિત સિલ્વાલ અને પ્રિન્સિ પટેલ.
આ વિદ્યાર્થીઓ ગણપત યુનિવર્સિટીના બીટેક કમ્પ્યુટરસાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કોર્સના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે.
” કમ્પ્લેઈન્ટ મેનેજમેન્ટ વિથ ચેકબોટ ઇન્ટીગ્રેશન એન્ડ ટિકેટ સપોર્ટ જનરેશન ” – નામના માત્ર 24 કલાકમાં સફળતાપૂર્વક સર્જેલા પ્રોજેક્ટ દ્વારા આ વિદ્યાર્થીઓએ આઈ.બી.એમ.ના જ્યુરી મેમ્બર્સને ભારે પ્રભાવિત કર્યા હતા.
સમસ્યાઓના ઉકેલ શોધવાની પ્રક્રિયાને સ્ટ્રીમ લાઈન કરવા માટે રજીસ્ટરિંગ, ક્લાસિફાઈંગનું કાર્ય એ.આઈ. આધારિત ટેકનોલોજી દ્વારા સરળ થઈ પડ્યું હતું.
આઈ.બી.એમ. એક્સપર્ટ લેબ્સ એકેડેમિયા પ્રકલ્પ દ્વારા ગણપત યુનિવર્સિટીને પણ ” ટોપ પરફોર્મિંગ ઇન્સ્ટિટ્યૂશન ” તરીકેનું બિરુદ આપવામાં આવ્યું . ઇન્ડસ્ટ્રી – એકેડેમિયા સહયોગની આ એક ઉત્કૃષ્ટ ઉજવણી છે, જેમાં સર્જકતા અને ટેકનોલોજી પરસ્પર સાથે સંલગ્ન થાય છે, તો શીખવાની પ્રક્રિયા વિશ્વ ઉપરના વાસ્તવિક પ્રભાવ તરીકે ઊભરી આવે છે!
” ધી પ્રોજેક્ટ ઓફ કમ્પ્લેઈન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ “ને એવી રીતે વિકસાવવામાં આવી હતી કે તેનાથી જે ઓર્ગેનાઈઝેશન શ્રેષ્ઠ રીતે સમસ્યાઓ ઉકેલવાની કોશિશ કરે છે એમને સહાયરૂપ બને. આ સિસ્ટમની ડિઝાઇન ઝડપી, સ્વીકાર્ય અને વાપરનાર માટે સુગમ છે જેથી રિપોર્ટિંગ અને ટ્રેકિંગ થઈ શકે અને પાયથોન, એચ.ટી.એમ.એલ. તેમજ સી.એસ.એસ.ની સહાય દ્વારા વિવિધ ઈશ્યુસ ઉકેલવાનું પણ શક્ય બને.
વિદ્યાર્થીઓને આ સિદ્ધિ મેળવવા ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એમણે સતત 24 કલાક ” કોડિંગ”નું કામ કર્યું અને એ પણ સખત સ્પર્ધાત્મક વાતાવરણમાં !
મજબૂત ટીમવર્ક, ઝડપથી નિર્ણય લેવાની શક્તિ અને વૈશ્વિક કક્ષાએ સ્વીકાર્ય બને એવા ટેકનોલોજીકલ ઉકેલો આપવાની એમની દ્રષ્ટિ પણ એમને આ જીત અને સિદ્ધિ મેળવવામાં ઉપયોગી નીવડ્યા છે.
આ વિદ્યાર્થીઓને એમના ગુરુ પ્રો. ડૉ. શ્રી આર.બી. પટેલનું સતત માર્ગદર્શન પણ મૂલ્યવાન બની રહ્યું હતું


