પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના હીરાબાનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં ભગવાનના હિંડોળાને લાખો રૂપિયાની ચલણી નોટોથી શણગારવામાં આવ્યો છે. આ હિંડોળો દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળા શણગારવામાં આવે છે. આ મંદિરમાં ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦ અને ૧૦ રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ અનોખા હિંડોળાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી છે.

હિંડોળાની આ અનોખી સજાવટ શ્રાવણ માસની ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


