BHAKTI : ડાકોર મંદિરમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી, ભક્તોએ બાંધી ઠાકોરજીને રાખડી

0
61
meetarticle

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રક્ષાબંધન પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ડાકોર મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું.

શ્રાવણી પૂનમ અને રક્ષાબંધન તહેવારેન લઈને આજે ડાકોટરમાં દૂરદૂરથી ભક્તો ઠાકોરના દર્શન કરવા આવ્યા. ભાવિક ભક્તોએ ઠાકોરજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. મંદિરમાં ભગવાનના જય ઘોષ થી વાતાવરણ ભક્તિમય બન્યું.

મંદિરમાં ઠાકોરના નાદનો જયઘોષ

ડાકોરમાં આજે વહેલી સવારથી જ ભકતોનો ઘસારો જોવા મળ્યો. મંદિરમાં સવારે કરાતી મંગળા આરતી બાદ દર્શનાર્થીઓ સહિત શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઠાકોરજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર મહિનાની પૂનમે મંદિરમાં ભક્તો દર્શન કરવા આવે છે. આજે શ્રાવણ માસ અને પૂનમની શુભ તિથિ પર આવતા રક્ષાબંધન તહેવાર પર દૂર દૂરથી ભાવિક ભક્તો ડાકોર રણછોડરાયજી મંદિરે પહોંચ્યા છે.

વેબસાઈટ પરથી મળશે વધુ માહિતી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રક્ષાબંધન તહેવારને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભાવિક ભક્તો રણછોડજીના દર્શનનો લાભ લઈ શકે માટે આજે સવારના 9.00 થી 12.00 દરમ્યાન મંદિર ખુલ્લું રખાયું હતું. આ ઉપરાંત ઠાકોરજીને રાજભોગ ધરાવ્યા બાદ બપોરે 3.30 વાગ્યા બાદ નિજ મંદિરના દ્વારા ખુલશે. દરમિયાન શ્રદ્ધાળુઓ શયન આરતી અને સંધ્યા આરતીનો લાભ લઈ શકશે. વધુ માહિતી માટે તમે મંદિરની વેબસાઈટ પરથી આજના ઠાકોરજીના દર્શનનો સમય જાણી શકશો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here