રાજપીપલા માં ગણેશ વિસર્જન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે લીમડાચોક રાજપીપલાના ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ મૂર્તિ નું અનોખું વિસર્જન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એક તરફ ગણેશ વિસર્જન કરવા ગયેલ એક યુવકનુ કરજણ નદીમાંડૂબી જવાથી મોત થવાની ઘટના બાદ લીમડા ચોક ના આયોજકો એ કરજણ નદીમાં મૂર્તિ વિસર્જન ન કરવાનો નિર્ણય લઈ શેરીમાં જ ગણેશ પંડાલ ની નજીકમાં જ કૃત્રિમ તળાવ બનાવી શેરીમાં જ વિસર્જન કરવાના અનોખા વિસર્જન પ્રથા એ આમજનતા એ આવકારી હતી.
આયોજક વિનોદ માછી ના જણાવ્યા અનુસાર માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિને નદીમાં ના ડુબાડતા મંડપની બાજુમાં જ નાનકડા કૃત્રિમ તળાવ બનાવી શેરીમાં જ ગણેશ વિસર્જન કરાયુંહતું.અને જણાવ્યુંહતું કેPOP ની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોઈ નદી પ્રદુષિત થતી હોઈ નદીમાં વિસર્જન ન કરાતા શેરીમાં જ કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવાનો રાજપીપલામાં અનોખો સ્તુત્ય પ્રયાસ કર્યો છે
એમાં અમને સારી સફળતા મળી છે.આ કૃત્રિમ તળાવનું પવિત્ર પાણી તુલસી ક્યારા, ખેતર માં છોડને રેડી દેવાશે
આમ આ અંગે રાજપીપલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા એ અનોખું વિસર્જનગણાવી અન્ય આયોજકો માટે લીમડા ચોકના આયોજકો પ્રેરણા સ્ત્રોત ગણાવી અભિનંદનપાઠવ્યા હતI.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા




