GUJARAT : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પર્યાવરણ જાળવણીની અનોખી પહેલ:દલપુરમાં અંબાજી પદયાત્રીઓને પાણીની પ્લાસ્ટિક બોટલ સામે સ્ટીલની બોટલ અપાઈ

0
117
meetarticle

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી એ.બી.બારડે સેવા કેમ્પમાં પદયાત્રીઓને સ્ટીલની બોટલનું વિતરણ કર્યું. પદયાત્રાની સાથે પર્યાવરણની જાળવણીની જાગૃતિ ફેલાવતું નાટક પણ અહીં ભજવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચેરમેન શ્રી એ જણાવ્યું હતું કે પદયાત્રા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. ભાદરવી પૂનમના મહા મેળામાં લાખો પદયાત્રી ઓ અહીંથી પસાર થાય છે.

આ પદયાત્રીઓ જાગૃતિના અભાવે પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકના વેપર વગેરેથી પ્રદૂષણ ફેલાવે છે. જે જમીન માટે ખૂબ જ નુકસાનકારક છે.વધુમાં તેમણે ઉમેર્યું કે પર્યાવરણમાં પ્લાસ્ટિકનો ફેલાવો અટકે અને આ પ્લાસ્ટિક રિસાયકલ થાય સાયન્ટિફિકલી એનો ઉપયોગ કરી શકાય તે હેતુથી અહીં પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટિકની બોટલો નાખવાથી આ પ્લાસ્ટિકનો રિસાયકલ કરવામાં આવશે. આ પ્લાસ્ટિક થી ફરીથી નવી બોટલો, કપડા વગેરે જેવું ઉત્પાદન થઈ શકે છે. જો કોઈ આપણી ઉપર પ્લાસ્ટિક મીંડાડે તો આપણે શ્વાસ લઈ શકતા નથી. તો ધરતી પણ શ્વાસ લઈ શકતી નથી. જેનાથી જમીનની ઉત્પાદનતા ઘટે છે જમીનમાં પાણી ઉતરતું અટકે છે તેમજ નદી- નાળામાં જીવજંતુઓ રહે છે નરી આંખે ન જોઈ શકાતા જીવજંતુઓ પણ અહીં આ પ્લાસ્ટિકના કારણે મૃત્યુ પામે છે. આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય એટલે રિસાયકલ. હાલમાં ગુજરાતમાં 700 થી વધુ રિસાયક ્લર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં વેસ્ટ પ્લાસ્ટિકનો 45 રૂ.ના કિલોના ભાવે ખરીદી કરવામાં આવે છે

અને તેમાંથી નવી વસ્તુઓનો નિર્માણ થાય છે એક સર્વે મુજબ બે કરોડ પ્લાસ્ટિકની બોટલ નું ડેઇલી રિસાયકલ થાય છે. આ તો માત્ર એ આંકડા છે જે આપણી પાસે આવે છે આનાથી પણ વધુ પ્લાસ્ટિકની બોટલો આમ તેમ પ્રદૂષણ ફેલાવે છે. અમુક પ્લાસ્ટિક જે રિસાયકલ થઈ શકતું નથી. તેનું સિમેન્ટ ફેક્ટરીઓમાં બોઇલરમાં ઉપયોગ કરી કોલસાનો બચાવ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત પદયાત્રીઓ અને ગ્રામજનોએ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંધ સાંદુ, પ્રાંતિજ પ્રાંત શ્રી આયુષી જૈન , શ્રી જે.એમ મહિડા, સાબરકાંઠાના જીપીસીબી અધિકારી શ્રી અશ્વિનભાઈ મિસ્ત્રી, મનાલી ભટ્ટ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ મેનેજર શ્રી આલોક આર્ય, ઉદ્દગમ ફાઉન્ડેશન ના કરણ પટેલ સહિત ગામના સરપંચ અને પદયાત્રીઓની ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

REPOTER : ઉમંગ રાવલ -સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here