વાઘોડિયાથી વાયાં પીપળીયા વડોદરા નો ધોરીમાર્ગ ને નવીનીકરણ કરવા માટે આશરે 14 કરોડ ના ખર્ચે બનેલા 7 કિલોમીટર ના ધોરીમાર્ગ કામગીરી ત્રણ વર્ષ સુધી મંથરગતિએ થવા પામી હતી તેમાંય વાઘોડિયા તાલુકાના બે ધારાસભ્યો અને ત્રણ કોન્ટ્રાકટર બદલાઈ જવા છતાં સંતોષકારક પ્રામાણીકતા થી ધોરીમાર્ગ નું કામ ન થતાં સમગ્ર ધોરીમાર્ગ પર ઠેકઠેકાણે ખાડા ઓ નું સામ્રાજ્ય અને ધોરીમાર્ગ પર અનેક જગ્યાએ ઉબેટ ઉપસી આવતા વાહન ચાલકો માં અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે
ખાસ કરીને રાત્રી દરમિયાન નાના વાહન ચાલકો ના જીવ ટાળવે ચોટી જતાં હોય છે ધોરીમાર્ગ પર ઠેકઠેકાણે ખાડા ટેકરા થ ઇ જતાં લીપાપોતી નું કામ હાથ ધરાયું હતું પરંતુ પરિસ્થિતિ ત્યાં ની ત્યાં ઉભી થતાં વાહન ચાલકો માં તંત્ર સમક્ષ ભારોભાર આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે ધોરીમાર્ગ દયનીય હાલત માં આવતા વડોદરા જીલ્લા કોંગ્રેસ સમિતિ ને મુદ્દો મળી જતા વડોદરા જીલ્લા સહિત વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરીમાર્ગ પર પડેલા મસમોટા ખાડા ઓ માં ચાલુ વરસાદે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજીને એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


