૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમીત્તે શૈક્ષણિક નર્મદા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો ની બે પ્રાથમિક શાળાઓ માં ને વિધાર્થીઓ તથા ગામ ના નાગરિકો ને કપડાં ,બુટ,મોજા તથા શૈક્ષણિક સાધન સહાય આપવાની યુનિટી યુથ ફાઉન્ડેશન ની વિશિષ્ટ પરંપરા ને જાળવી રાખી હતી અને આજ રોજ ૭૯માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સાજીદભાઈ પઠાણે ભારતીય બંધારણ માં મળેલા અધિકારો ને સમજવા તથા એક સારા નાગરિક બની ને દેશ ને સમર્પિત થવા હાકલ કરી હતી.
સામાજિક અને સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ભૂખ્યા ને ભોજન પીરસતી સંસ્થા ના પ્રમુખ સાજીદ પઠાણ અને તેમની ટીમ દ્વારા આજ રોજ તિલકવાડા તાલુકા ની નવાપુરા ઉચ્છદ પ્રાથમિક શાળા અને નાંદેડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિકશાળા ના ૭૦ વધુ વિધાર્થીઓ ને નાના મોટા ડાયરા સ્કૂલ બેગ, કંપાસ , લંચબોકસ, વોટરબેગ, કપડા, બુટ, મોઝા સહિત ના જરૂરી શૈક્ષણિક સાધનો નું દાતાઓની મદદ થી શાળા પ્રાંગણ માં ગ્રામજનો, શિક્ષકો અને વિધાર્થીઓ ની ઉપસ્થિતિ માં યુનિટી યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ સાજિદ પઠાણ,જૈમિનીબેન પટેલ,હેતલ પટેલ, મુરલીભાઈ, વિજય જાધવ, અહેમદભાઈ પઠાણ,નિધિબેન તથા ગૌતમભાઈ કંદોઈ ના શુભ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તિલકવાડા તાલુકાના નવાપુરા ઉચ્છદ પ્રાથમિક શાળા અને નાંદેડ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૯માં સ્વતંત્રતા પર્વ નિમીત્તે વિધાર્થીઓ ને સ્કુલ બેગ,નોટબુક્સ, કંપાસ, વોટરબેગ, લંચ બોક્સ,કપડા, બુટ વગેરે સાધનિક સહાય આપનાર યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા દરરોજ નિયત સમયે એસ એસ જી હોસ્પિટલ માં દર્દીઓના સગાઓને એક ટાઇમ વિનામૂલ્યે ભોજન પીરસવાની અને કુદરતી આફતો સમયે ભોજન પાણી સહિત ની સેવાઓ ની સાથે જ ગરીબ અને નિરાધાર પરિવાર ના દર્દીઓને દવા, લેબોરેટરી તથા અન્ય પરીક્ષણો માટે તથા ગરીબ પરિવાર ના બાળકો નિર્વિધ્ન રીતે અભ્યાસ કરી શકે એ માટે યુનિફોર્મ, નોટબુક્સ, પુસ્તકો વિગેરે માટે નાત જાત ધર્મ ના ભેદભાવ વગર સહાય પણ કરવામાં આવે છે. દાતાઓ અને શુભેચ્છકો ની મદદ થી વૈવિધ્ય પૂર્ણ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી યુનિટી યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ સાજિદ પઠાણે પોતાની ટીમ અને સૂરજીપૂરા પ્રાયમરી સ્કૂલ ના આચાર્ય, શિક્ષકો,સરપંચ, ઉપસરપંચ તથા ઉપસ્થિત ગ્રામજનો અને દાતાઓ ના આભાર વ્યક્ત કર્યો હતો.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ



