મહેસાણા જીલ્લાના ઊંઝાના શારદાબેન પટેલનું અંબાજી મંદિરમાં દર્શન પહેલાં જ કરુણ મોત નિપજ્યું છે. તેઓ પોતાના મોટા દીકરા અને વહુ સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા. મંદિરના પિત્તળગેટના પગથિયા પાસે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ત્યાં જ બેસી ગયા ગાતા. જેને લઇ પરિવારજનો તાત્કાલિક તેમને મંદિરમાં આવેલા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં CPR અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ સમયસર ન મળતાં, મંદિરની ઈ-રિક્ષામાં તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફરજ પરના ડૉક્ટરે ECG અને CPR આપ્યા છતાં કોઈ સુધારો ન થતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શારદાબેન 15 વર્ષ બાદ માતાજીના દર્શન માટે આવ્યા હતા. તેમના બંને દીકરા જ્યોર્જિયા, અમેરિકામાં રહે છે. એક દીકરો હાલ અમેરિકામાં છે, જ્યારે બીજો દીકરો તેમની સાથે અંબાજી આવ્યો હતો. ત્યારે અંબાજી મંદિરમાં ગત બપોરે શક્તિદ્વારથી પિત્તળગેટ વચ્ચે પાથરેલી જાજમ હટાવવામાં આવતાં એક મહિલા અને એક છોકરી પટકાયા હતા. ત્યારબાદ ફરીથી જાજમ પાથરવામાં આવી હતી.
અરવિંદ અગ્રવાલ સાથે સી.એન 24 ન્યુઝ અંબાજી

