WORLD : પડોશી દેશ સાથે અમેરિકાનો તણાવ વધ્યો, ટ્રમ્પે 10 ફાઈટર જેટ તૈનાત કરવા આપ્યો આદેશ

0
59
meetarticle

 અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ તણાવના કારણે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચે ગમેત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિમાં અમેરિકાએ દુશ્મન દેશને ચેતવણી આપવા માટે દસ એફ-35 ફાઈટર જેટ તૈનાત કર્યા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ અંગે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે,‘જો વેનેઝુએલાના એફ-16 ફાઈટર જેટ અમેરિકાના ક્ષેત્રમાંથી ઉડાન ભરી અમેરિકાની સુરક્ષાને જોખમમાં મુકશે તો તેને તુરંત જ નષ્ટ કરાશે.’ ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાના એફ-16 ફાઈટર જેટ અમેરિકાના નેવી શિપ્સની નજીકથી ઉડાન ભરતાં જોવા મળ્યા છે. હાલમાં જ અમેરિકાની સેનાએ વેનેઝુએલાની એક બોટ ડ્રગ્સ લઈ જવાના આરોપમાં ટાર્ગેટ બનાવવામાં આવી હતી. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. ટ્રમ્પે આ સ્થિતિ વધારે કથળે તો સેનાને છૂટો દોર આપ્યો છે.

વેનેઝુએલા પર ડ્રગ્સના આરોપસર કડડ પ્રતિબંધો

વ્હાઈટ હાઉસે જાહેરાત કરી છે કે, અમેરિકા 10 એફ-35 સ્ટિલ્થ ફાઈટર જેટ્સને પ્યૂર્ટો રિકો મોકલી રહ્યું છે. અગાઉ દક્ષિણ કેરેબિયનમાં અમેરિકાની નૌસેનાએ જહાજ અને હજારો સૈનિકો તૈનાત કર્યા હતા. અમેરિકા વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ મૂકતા કડક પ્રતિબંધો લાદી રહ્યું છે. ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, અમે ડ્રગ્સના સખત વિરોધી છીએ. અમે નથી ઈચ્છતા કે, ડ્રગ્સ અમારા લોકોનો જીવ લે. વેનેઝુએલાનું કુખ્યાત જૂથ ટ્રેન ડી અરાગુઆ નાર્કો-ટેરરિઝમનું કેન્દ્ર બન્યું છે.

વાતચીત માટે તૈયારઃ માદુરો

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ અમેરિકાના આરોપોને ફગાવતાં કહ્યું છે કે, ટ્રમ્પ જે રિપોર્ટ આપી રહ્યા છે, તે પાયાવિહોણો છે. આજે વેનેઝુએલા કોકાની ખેતીથી મુક્ત છે, ડ્રગ્સ વિરૂદ્ધ પણ અભિયાન ચલાવી રહ્યું છે. અમારા મતભેદ ક્યારેય સૈન્ય સઘર્ષ સુધી પહોંચવા જોઈએ નહીં. વેનેઝુએલા વાતચીત કરવા તૈયાર છે, પણ અમને સન્માન જોઈએ.

ટ્રમ્પે અગાઉ પણ આક્ષેપો મૂક્યા હતા

ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ માદુરો અને વેનેઝુએલા પર નાર્કો-ટેરરિઝમ, ભ્રષ્ટાચાર, ડ્રગ્સની તસ્કરી સહિત વિવિધ આરોપો મૂક્યા હતા. હાલમાં જ તેમણે માદુરોની ધરપકડ માટેનું ઈનામ વધારી 5 કરોડ ડોલર કર્યું હતું. જ્યારે બીજી બાજુ માદુરોએ અમેરિકા પર સત્તા પરિવર્તનનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે.

અમેરિકા-વેનેઝુએલા તણાવ

વેનેઝુએલાએ 1982માં અમેરિકા પાસેથી લગભગ 24 જેટલા F-16A/B ફાઈટર જેટ ખરીદ્યા હતા. આ જેટ દાયકાઓ સુધી વેનેઝુએલાની વાયુસેનાના કરોડરજ્જુ સમાન કાર્યરત રહ્યા છે. 2006 બાદથી અમેરિકાએ વેનેઝુએલાને સ્પેર પાર્ટ્સ અને હથિયારનો પુરવઠો પહોંચાડવાનું બંધ કર્યું હતું. આ પ્રતિબંધ પાછળનું કારણ વેનેઝુએલાની ઈરાન અને ક્યૂબા તરફ વધી રહેલી મિત્રતા હતી. ત્યારબાદ F-16sની જાળવણી અને અપગ્રેડેશનમાં મુશ્કેલીઓ નડી હતી. જેથી વેનેઝુએલાએ રશિયા પાસેથી Su-30MK2 ફાઈટર પ્લેન ખરીદ્યા હતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here