વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 200 વર્ષ જૂની લીંબુ મરચા અથાણાની પરંપરા આજે પણ સમગ્ર ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જળવાઈ રહી છેવડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 200 વર્ષ જૂની લીંબુ મરચા અથાણાની પરંપરા આજે પણ સમગ્ર ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે. મંદિરના કોઠારી અને ચેરમેનના માર્ગદર્શન હેઠળ આ પરંપરા આજ સુધી અનુસરવામાં આવે છે.
આ વર્ષે આશરે એક લાખ અને પાંચ હજાર કિલો લીંબુ મરચાનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે. આ અથાણા દેશમાં અને વિદેશમાં હરીભક્તો માટે ઉપલબ્ધ છે.દર વર્ષે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન અને ગુજરાતના વિવિધ શહેરોમાં વસતા હરિભક્તોને આ પરંપરા અનુસાર તૈયાર થયેલું અથાણું પહોંચાડવામાં આવે છે.લીંબુ મરચાંના અથાણામાં પાંચ મુખ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે જેમાં લીંબુ, મરચાં, હળદર, મીઠું અને લીંબુના પાણી નું મિશ્રણ કરી દેશી પદ્ધતિ અનુસાર આ લીંબુ મરચાનું અથાણું બનાવવામાં આવે છે

આ તમામ સામગ્રી દેશી પદ્ધતિ અનુસાર મિશ્રણ કરીને આ વિશિષ્ટ અથાણું તૈયાર થાય છે. તૈયાર થયા બાદ સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, અને ત્યારબાદ સંતો અને હરીભક્તો માટે ઉપયોગમાં લાવવામાં આવે છે.
હાલ મરચા કોચવાની કામગિરી ચાલી રહી છે તેમાં વિવિધ ગામોમાંથી હરિભક્તો સેવા આપી રહ્યા છે. આ અથાણું શુદ્ધતા અને સ્વચ્છતાની ખાત્રી આપે છે અને લાંબા સમય સુધી આ અથાણું બગડતું નથી. ભાલ અને ચરોતરના 80 હજાર કિલો મરચા અને 2 હજાર કિલો હળદર અને 600 લિટર લીંબુનો રસનો ઉપયોગ કરાય છે. પ્રાચીન સમયમાં જ્યારે પૂનમીયા હરિભક્તો દર્શન માટે આવતા ત્યારે ભાથા સાથે આ અથાણાનો જમવામાં ઉપયોગ કરતા હતા અને ત્યારથી આ પરંપરા શરુ થઇ હોવાનું માનવામાં આવે છે.
પરંપરા હરીભક્તોમાં ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની અભિવ્યક્તિ
વિશ્વભરમાં ફેલાયેલી આ પરંપરા હરીભક્તોમાં ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની અભિવ્યક્તિ તરીકે જાણીતી છે.
વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂ.શ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે આ 200 વર્ષ જૂની પરંપરા છે. લીંબુ મરચાના અથાણામાં લીંબુ નાખવાની શરુઆત ઓગષ્ટમાં કરાય છે અને હવે મરચાં નાંખીને 1 લાખ કરતા વધુ કિલોનું અતાણુ તૈયાર કરાય છે અને દેશ વિદેશના લાખો હરિભક્તો લઇ જાય છે.

