VADDOARA : વોર્ડ નં. 12માં સારો રસ્તો બતાવનારને રૂ. 1,000નું ઇનામ!

0
18
meetarticle

વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં ખરાબ રસ્તાઓના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખખડધજ રસ્તાઓ સામે કોંગ્રેસના એક કાર્યકરે અનોખો વિરોધ દર્શાવી સારો રસ્તો બતાવનારને રૂ. 1,000નું ઇનામ જાહેર કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.

કાર્યકરે કાર પર તૂટેલા રોડ, ગટરના તૂટેલા ઢાંકણા અને થીંગડા મારેલા રસ્તાના ફોટા તથા બેનરો લગાવી વોર્ડમાં ફેરો કર્યો હતો. તેમણે જાહેરમાં પડકાર આપ્યો કે, એકથી દોઢ કિલોમીટરના અંતરમાં પેચવર્ક વગરનો સારો રસ્તો બતાવનારને રૂ. 1,000નું ઇનામ આપવામાં આવશે.

કાર્યકરે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે “મને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો પર એટલો વિશ્વાસ છે કે આ ઇનામ મને આપવું નહીં પડે. કારણ કે વોર્ડમાં એવો કોઈ રસ્તો બાકી નથી જે ખોદાયો ન હોય કે પેચવર્ક વગરનો હોય.”

તેમણે વધુમાં કહ્યું કે ખરાબ રસ્તાઓને કારણે લોકોને કમરના દુખાવા જેવી તકલીફો થાય છે અને અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે. દેશ-વિદેશના ખેલાડીઓ અને મહેમાનો શહેરમાં આવે ત્યારે આવા રસ્તાઓ જોતા વડોદરાની છબી ખરડાય છે.

વોર્ડ નં. 12ની જનતાને પણ જાગૃત થવા આહ્વાન કરતાં તેમણે જણાવ્યું કે જો હવે અવાજ નહીં ઉઠાવાય તો મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે તાત્કાલિક સારા રસ્તા બનાવવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here