વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રબારીવાસ, ભાથીજી મંદિર સામેના ખુલ્લા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા ૧૪ પુખ્ત વયના આરોપીઓ અને જુગાર રમતા બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ₹૬૫,૭૪૦/-, ૧૩ મોબાઈલ ફોન (કિંમત ₹૬૬,૫૦૦/-) અને કેલ્ક્યુલેટર સહિત કુલ ₹૧,૩૨,૬૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જુગારના કેસમાં મુખ્ય આરોપી રાજુ શિવાજી ઠાકોર સહિત અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ અને કિશોરોનો કબજો વધુ તપાસ અર્થે કરજણ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

આરોપીઓના નામ:
- રાકેશ ઉર્ફે ખાનો અમરતજી ઠાકરાદા
- શાની પ્રભાતજી ઠાકરાદા
- અશોકજી સોમાજી ઠાકોર
- વિઠ્ઠલ ભયાજી ઠાકરાદા
- સંદીપકુમાર પૃથ્વીરાજ ત્રિવેદી
- નરેશ વિરામજી ઠાકોર
- અમરતભાઈ વઘાજીભાઈ ઠાકોર
- જય રોહિત ઠાકરાદા
- સોમાભાઈ મંગલભાઈ પટાનવાડીયા
- ગૌતમ ગણપત ઠાકરાદા
- નાટુભાઈ ચંદુભાઈ રાઠોડ
- મુકેશ બહાદુર દેવીપુજક
- શૈલેશ મહેન્દ્ર વસાવા
- વિશાલ મહેશ ચીથરીયા
વોન્ટેડ આરોપીઓ:
- રાજુ શિવાજી ઠાકોર (મુખ્ય આરોપી)
- એઝાદ ઇલિયાસ મીર
- મહેશ વિરામ ઠાકોર

