VADODARA : કરજણ હાઈવે પર હિટ એન્ડ રન: લાકોદરા પાટિયા પાસે કારની અડફેટે બાઈક સવાર દંપતી પૈકી પત્નીનું મોત

0
36
meetarticle

વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે નં. ૪૮ પર આવેલા લાકોદરા પાટિયા પાસે ગતરોજ વહેલી સવારે કારે બાઈક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલા પત્નીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિને લોહી-લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


​ઘટનાની વિગત મુજબ, પુરપાટ વેગે આવી રહેલી એક અજાણી કારે દંપતીની બાઈકને અડફેટે લીધા બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ કરજણ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here