VADODARA : ખંડર બતા રહા હૈ ઈમારત બુલંદ થીડભોઈના મોતીબાગની વિરાસત ૧૦૦ વર્ષના

0
51
meetarticle


વ્યાયામ શાળા ખંડેર હાલતમાં જોવા મળી રહી છે ડભોઈના મધ્યમાં આવેલો અને નગરજનો માટે સંભારણું બની ગયેલો મોતીબાગ ૧૦૦ વર્ષ પૂરા કરે છે જેવી છે. નગરશેઠ મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે સાર્વજનિક ઉપયોગ માટે મહત્ત્વની જમીનનું દાન કરીને આ બગીચો અને તેની બાજુમાં વ્યાયામ શાળા સ્થાપવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. જોકે, સમય જતાં નગરપાલિકાના વહીવટ અને નગરજનોની નિષ્કાળજીના કારણે આ ઐતિહાસિક વિરાસત આજે મૃતપ્રાય અવસ્થામાં છે.મોતીબાગ: આનંદ પ્રમોદનું કેન્દ્ર, આજે વેરાન મેદાન૧૦૦ વર્ષથી વધુ સમય પહેલાં, દાતા મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે લોકોના હૃદયમાં તેમનું નામ અમર રહે તે હેતુથી, બે તળાવોની વચ્ચે આવેલી જમીન પર બગીચા માટે દાન કર્યું હતું. આ સ્થળ મોતીબાગના નામે પ્રખ્યાત થયું, જે એક સમયે ડભોઈનો એકમાત્ર બગીચો હતો.ભૂતકાળની ભવ્યતા: અહીં આનંદ-પ્રમોદના સાધનો હતાં અને વિવિધ રંગોના ફૂલોની સુગંધથી નગરજનોનું મન પ્રફુલ્લિત થતું. સાંજના સમયે પરિવારો કલાકો સુધી બેસીને સમય પસાર કરતા, જ્યાં રેડિયોની સુરાવલીનો મધુર અવાજ આનંદ આપતો. બાળકો વિવિધ રમત-ગમતના સાધનો સાથે રમતા હતા.વર્તમાનની વેદના: બગીચાની જાળવણી માટે મગનભાઈ માળીને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેમના અવસાન પછી બગીચામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા અને તે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો.


​વહીવટી અવ્યવસ્થા: સૌથી મહત્ત્વનો ફાળો નગરપાલિકાના “શહેરીબાવાઓ”નો રહ્યો છે. તેમણે બગીચાના અડધા ઉપરાંતના ભાગનો ઉપયોગ બદલી નાખ્યો. અહીં બે વિશાળ પાણીની ટાંકીઓ, બે પાણીના સંપ અને ભંગાર મૂકવાનું મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. જે હેતુ માટે જમીન દાનમાં અપાઈ હતી, તે હેતુ બર આવ્યો નથી. પરિણામે, એક સમયે નગરનું ગૌરવ ગણાતો મોતીબાગ આજે ઉજ્જડ બની ગયો છે.100 વર્ષ જૂની વ્યાયામ શાળાની ખંડેર હાલત: સામાજિક વિઘટનનું કેન્દ્ર મોતીબાગની બાજુમાં જ, મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ લગભગ 100 વર્ષ પહેલાં સંવત ૧૯૮૮માં મગનભાઈ મોતીભાઈ કોન્ટ્રાક્ટર સાર્વજનિક વ્યાયામ શાળાની ભેટ નગરજનોને આપી હતી.સ્થાપનાનો ઉદ્દેશ: આ વિશાળ વ્યાયામ શાળાનો હેતુ નગરજનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવવાનો હતો. અહીં મફત તાલીમ અપાતી હતી, કસરતના સાધનો હતા અને વચ્ચેના ભાગે મોટો ખાડો બનાવીને કુસ્તીના દાવપેચ પણ શીખવવામાં આવતા હતા.


​આજની પરિસ્થિતિ: આજે આ વ્યાયામ શાળા સંપૂર્ણપણે ખંડેર હાલતમાં છે. ચારે તરફના બારી-બારણાં અસામાજિક તત્વો ઉઠાવી ગયા છે. કુસ્તી માટેના ખાડાઓ પૂરી દેવાયા છે અને કમ્પાઉન્ડમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યા છે.અસામાજિક ગતિવિધિઓ: ભયાનક લાગતી આ શાળા હવે સામાજિક વિઘટનનું કેન્દ્ર બની ગઈ છે. અહીં દારૂની પોટલીના ખાલી પાઉચ જોવા મળે છે, જે રાત્રીના અંધકારમાં ચાલતી ગતિવિધિઓ સૂચવે છે. વળી, રાત્રીના સમયે પ્રેમીઓ માટે એકાંતની જગ્યા બનવા સાથે લોકો શરમ મૂકીને શાળામાં જ શૌચાલય કરતા હોવાનું પણ જોવા મળે છે.વિરાસતને બચાવવાની તાતી જરૂર આ બંને સંસ્થાઓ ડભોઈની વિરાસત અને નગરશેઠની ઉદારતાનું પ્રતીક છે. નગરજનોની યાદો સાથે જોડાયેલી આ વિરાસતને બચાવવા માટે સંસ્થાના સંચાલકો, દાતાના પરિવાજનો અને ડભોઈ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અનિવાર્ય છે. જો યોગ્ય જાળવણી અને સંચાલન કરવામાં ન આવે, તો ડભોઈ નગર એક મહત્ત્વપૂર્ણ ઇતિહાસ અને સાર્વજનિક સુવિધા કાયમ માટે ગુમાવી દેશે.

ડભોઈ નો મોતીબાગ બગીચા અને વ્યાયામ શાળા ને 100 વર્ષ થવા આવ્યા છે તે સમય ના દાતા ઓ એ પ્રજા ની સુખાકારી અને તનદુરતી માટે કસરત ના સાધનો વસાવી નગરજનો ને અમુલ્ય ભેટ આપી હતી સમય ના વહેણ સાથે વ્યાયામ શાળા નામશેષ થતાં તેની જગ્યા જીમે લેતાં મોધીદાટ ફી ભરી એક્સેસાઈઝ કરવાં યુવાનો જાય છે નગરપાલીકા પોતાના હસ્તક વહીવટ કરે સરકાર માથી ગ્રાટ મેળવી પુન ધબકતુ ખરે તો સાચા અર્થમાં ડભોઈ દરભાવતિ તરફ જતું સાર્થક ગણાશે..

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here