VADODARA : ડભોઇના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે પાંચ દિવસથી ગટર ઉભરાતા રોષ

0
37
meetarticle

​ડભોઇ શહેરનું ગૌરવ ગણાતા અને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતા ઐતિહાસિક હીરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે નગરજનો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મા ગઢ ભવાની માતાનું સુપ્રસિદ્ધ મંદિર, કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં ડભોઇ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યો નથી, જેનાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હીરા ભાગોળ ડભોઇની ઓળખ છે, જ્યાં નિયમિતપણે ડભોઇ તાલુકા અને બહારથી પ્રવાસીઓ મુલાકાત લે છે. જોકે, ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી છે.તીર્થયાત્રીઓની મુશ્કેલી: ગઢ ભવાની માતાના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ કબ્રસ્તાન અને દરગાહ ખાતે જતા લોકોને પણ આ ગંદા અને જોખમી પાણીમાંથી ચાલીને જવું પડે છે.
​પ્રવાસીઓની નારાજગી: પ્રવાસીઓ જ્યારે ઐતિહાસિક ભાગોળની મુલાકાત લે છે, ત્યારે તેમને સૌંદર્યના બદલે ગંદકી અને રોગચાળાનું આમંત્રણ આપતા પાણીના ખાબોચિયા જોવા મળે છે, જે શહેરની છબી ખરાબ કરી રહ્યું છે.


‘સ્વચ્છતા અભિયાન’ માત્ર કાગળ પર
​એક તરફ રાજ્ય સરકાર દ્વારા ‘સ્વચ્છતા અભિયાન’ના પખવાડિયાની ઉજવણીના મોટા મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે ડભોઇ નગરપાલિકાની આ બેદરકારી સ્વચ્છતાના દાવાઓની પોકળતા છતી કરે છે.અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ કર્મચારી ડોકાયો પણ નથી. શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પડાવવા માટે જ છે? જ્યારે આટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને ગંદા પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે પ્રશાસનની નિષ્ઠા પર પ્રશ્નો થાય છે.

રોગચાળાનો ભય
​પાંચ દિવસથી ઉભરાતી ગટરના કારણે આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય જળજન્ય રોગો ફેલાવવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. ચોમાસા પછીની આ સ્થિતિમાં, વહીવટી તંત્રની ઉદાસીનતા નગરજનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહી છેડભોઇના નગરજનો સ્પષ્ટ સવાલ કરી રહ્યા છે કે નગરપાલિકા ક્યારે આ નિષ્ક્રિયતા છોડીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી શરૂ કરશે અને ઐતિહાસિક હીરા ભાગોળને ગટરના ગંદા પાણીની મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે.

ડભોઇ વિસ્તારના લોકોને મરણ મૈયત લઈને જવું હોય ગટરના આજ ગંદા પાણીમાંથી અમારે જવું પડે છે કે દરગાહ જવાનો એક માત્ર રસ્તો હોય તેના પર જ ગંદુ પાણી વહેતું હોય હીરા ભાગોળ એટલે ઇતિહાસિક ભાગોળ તરીકે ઓળખાય છે ત્યાં ગઢ ભવાની માતાનું મંદિર પણ આવેલું છે મંદિરમાં જવું હોય તો પણ ગટર ગંદા પાણી પસાર થવું પડે છે ડભોઇ નગરપાલિકાના પહેલી તકે જાગે ને એનું ચોક્કસ નિરાકરણ લાવે એવી અમારી માંગ છે


ડભોઇ નગરપાલિકા દ્વારા ગટરની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી વારંવાર હજુ વાત કરવા છતાં પણ અહીં ઐતિહાસિક મંદિરો અને ઐતિહાસિક કિલ્લો આવેલો છે અહીં પ્રવાસીઓ પણ અહીં આવે છે દેશ-વિદેશના મહેમાનો પણ અહીં આવતા હોય છે પણ આ ગંદુ ગટરનું પાણી જોઈને તેમને પણ શરમ આવે છે ડભોઇ નગરપાલિકા વહેલી તકે આજ ધાર્મિક સ્થળ અને મંદિર પાસેથી ગટરનું ગંદુ પાણી દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે

Repoter : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here