ડભોઇ તાલુકાના અંબાવ ચોકડી પર ગામનું બસ ડેપો જ નથી આ ચોકડી પરથી ત્રણ ગામની સીમ ની પ્રજા અંબાવ અને થુવાવી બોરબાર ત્રણ ગામ લોકો બહારગામ અવરજવર કરવા માટે એસ.ટીબસ તેમજ અન્ય સાધનની રાહ જોવા પણ ગામનો બસ સ્ટેશન ના હોય તો ક્યાં ઉભું રહેવું હાલ વરસાદનો સમય પણ છે

જેના કારણે ઘણીવાર બહાર ઊભા હોય તો વરસાદમાં પલળી પણ જવાય છે હાલ ગુજરાત મોડલ બનવા જઈ રહ્યું છે એને દરેક ગામના નાકા ઉપર ગામનું બસ સ્ટેશન હોય છે અહીં પણ બસ સ્ટેશન હતુ પણ નવો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ બનાવવામાં આવ્યો એટલે પીક અપ બસ સ્ટેન્ડ તોડી નાખેલુ પરંતુ ત્રણ ગામનો પીક અપ બસ સ્ટેન્ડ ફરી અધિકારીઓ એ બનાવ્યું નહીં જેના કારણે ત્રણ ગામના લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે ગામનું બસ ડેપો બનાવવા મા આવે તેવી ગામના લોકોની માંગ ઉઠવા પામી છે….
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

