ડભોઇ. ગુજરાતમાં ફાટક મુક્ત અભિયાન હેઠળ બનેલા ડભોઇ તાલુકાના રેલ્વે ઓવર બ્રિજની જર્જરિત હાલત સામે આવી છે. ચોમાસુ વીતી ગયાને લાંબો સમય થયો હોવા છતાં, આ બ્રિજનું રિપેરીંગ કામ થયું નથી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદોમાં ઘેરાયેલો ડભોઇ-કરજણ ઓવર બ્રિજ
ડભોઇથી કરજણ તરફનો આ ઓવર બ્રિજ તેના નિર્માણકાળથી જ હંમેશા વિવાદોમાં રહ્યો છે. તાજેતરમાં જ, બ્રિજ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે.બ્રિજની સપાટી પરથી ડામરના પોપડા ઉખડી ગયા છે. ખાડાઓમાં કપચી દેખાવા લાગી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે બ્રિજની અંદરના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે. વાહનચાલકો માટે જીવનું જોખમઆ ખુલ્લા સળિયાઓને કારણે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જીવનું જોખમ બની ગયું છે.ખુલ્લા સળિયાઓ ટાયરમાં ઘૂસી જવાના બનાવો બની રહ્યા છે.વાહનોના પંચર થવાના કિસ્સાઓ વધ્યા છેવાહન ચાલકોને સતત મુશ્કેલી અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ પ્રજા બની

ડભોઇ તાલુકામાં બનેલા ત્રણેય બ્રિજો વિવાદોમાં રહ્યા છે, જે સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટરની મિસ કાળજી (બેદરકારી) સૂચવે છે. નબળી ગુણવત્તાના કારણે ટૂંકાગાળામાં જ આ બ્રિજની આવી હાલત થઈ ગઈ છે, અને તેનો સીધો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.
તંત્ર સમક્ષ તાત્કાલિક રિપેરિંગની માંગ
ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે નિષ્ક્રિયતા દાખવવામાં આવી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે આ બ્રિજના ખાડાઓ પૂરવા અને રોડનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી નાગરિકોને રોજિંદી મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

તંત્ર આ અંગે કોઈ પગલાં લે છે કે નહીં, તેના પર લોકોની નજર ટકેલી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

