મધ્ય ગુજરાત વીજ કંપનીએ થાંભલા રોડ ઉપર મૂકતા અકસ્માતનો ભય ડભોઇ તાલુકાના ધરમપુરી પાસે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થાંભલા રોડ ઉપર મૂકવામાં આવ્યા છે.

કોઈ વાહન ચાલક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવે તો થાંભલામાં જઈને ભટકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ રોડની પહોળાઈ ઓછી છે અને બે વાહનો ભેગા થાય તો એક સાથે નીકળી શકતા નથી. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ થાંભલા રોડ ઉપરથી તાકીદે હટાવે તેવી લોકોની માંગ છે.આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જોડતો મુખ્ય રસ્તો છે ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો મુખ્ય રસ્તો છે.આ રોડ ઉપર રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીએ નવી વીજ લાઈન નાંખવા માટે મેઈન રોડ ઉપર વીજપોલના થપ્પા માર્યા છેરાત્રિના સમયે આ વીજ પોલો દેખાતા પણ નથી.જ્યારે રોડ ઉપર કોઈ વસ્તુ મૂકેલી હોય. ત્યારે લાલ કપડું અથવા તો બોર્ડ મૂકવું જોઈએ. પરંતુ મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીના આ પોલો પડી રહ્યા છે. ન તો એનો ઉપયોગ કરવામાં આવે છે ન તો એને હટાવવામાં આવે છે આ થાંભલાના કારણે અકસ્માત થાય તો કોની જવાબદારી એવો સવાલ પુછાઈ રહયો છે.હાલ તો મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ અકસ્માતની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે.પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તા ઉપર આવી રીતના થાંભલા મૂકવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગની પરવાનગી પણ લીધી નથી. ત્યારે પંચાયત માર્ગ મકાનવિભાગનાઅધિકારીઓએ પણ કાળજી લેવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

