VADODARA : ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં માતા–પિતાની પાવન સ્મૃતિને સમર્પિત એક સ્મરણિય અને ગૌરવસભર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

0
13
meetarticle

ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં માતા–પિતાની પાવન સ્મૃતિને સમર્પિત એક સ્મરણિય અને ગૌરવસભર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડાળા ગામના વતની અને હાલ યુ.એસ.એ. સ્થિત રાજેન્દ્રભાઈ મધુસુદનભાઈ પટેલ તથા અ.સૌ. ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા–પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત “મધુહંશ દ્વાર”નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.


આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંશ દ્વારનું લોકાર્પણ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોશનભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિલીપભાઈ નાગણભાઈ પટેલ, અમરસિંહભાઈ પટેલ, સમીરભાઈ છીબુલાલ ભટ્ટ, સુધાકરભાઈ પટેલ, વિનુભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ ડભોઇ શશીકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રવેશ દ્વાર એ માત્ર માળખું નથી પરંતુ તે ગામની એકતા, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. દાતાએ દાન આપ્યું હોવા છતાં જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈ પણ સારો કાર્ય સફળ થતો નથી. તેમણે દાતાશ્રીના પરિવાર સાથે સાથે આ પ્રવેશ દ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રવેશ દ્વાર સામે વાઘેશ્વરી માતાનું મંદિર અને સરદાર પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતીક બની છે. પૌરાણિક કાળથી પ્રવેશ દ્વારો ગામને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવ્યા છે અને મંડાળા ગામનું મધુહંશ દ્વાર પણ ગામમાં શાંતિ, સુખ અને સૌહાર્દની ભાવના જળવાય તે માટે સકારાત્મક શક્તિનું પ્રતીક બનશે.
આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વે સભ્યો, ગામના નાગરિકો તથા આસપાસના વિસ્તારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી.


સિદ્ધાર્થ માટે જણાવ્યું કે પ્રવેશ દ્વાર એ ગામની એકતા અને શક્તિને હમેશા પ્રતિબિંબ કરે છે દાતાએ દાન આપ્યું પણ જો ગામની એકતા ન હોય અને ગામનું સમર્થન ન હોય તો કોઈ સારું કામ પૂર્ણ થઈ શકે નહીં અને એટલા માટે આજે દાતાશ્રીના પરિવારની સાથે સાથે સૌ કોઈ ગામના વડીલો યુવાનો જે આ દ્વારના નિર્માણમાં જોડાયેલા છે એ સૌને આજે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું પ્રવેશ દ્વારમાં સામે આવો એટલે વાઘેશ્વરી માતાનું મંદિર અને સરદાર સાહેબનું સ્ટેચ્યુ આનાથી વધુ સારો જોગાનું જોગ હોઈ શકે નહીં એક બાજુ આધ્યાત્મિકતા અને બીજી બાજુ એક જબરજસ્ત શક્તિ એ લોખંડી તાકાત બંનેનું આ પ્રતીક કર્યું છે કે પૌરાણિક કાળમાં જ્યારે પ્રવેશ દ્વાર બનાવવામાં આવતા ત્યારે એનો મુખ્ય હેતુ માત્ર ગૌરવ વધારવું માત્ર શક્તિનું પ્રદર્શન કરવું માત્ર એકતાના દર્શન કરાવવું એટલું નહીં પણ નકારાત્મક શક્તિઓ અને આસુરી શક્તિઓને ગામમાં પ્રવેશમાંથી મુક્ત રાખવા એ પણ એક હેતુ પ્રવેશદ્વાર માટે હંમેશા રહ્યો હશે અને મંડાળા નું આ પ્રવેશ દ્વાર આવા તમામ પરિબળોને મંડાળા ગામથી મુક્ત રાખે ગામમાં શાંતિ પ્રવર્તે ગામમાં સુખ અને સૌજન્યથી સમગ્ર કામગીરી થાય એ પ્રકારનું એક પોઝિટિવ વાતાવરણ આ ગામમાં ઊભું થાય એ શુભેચ્છાઓ સાથે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું ખૂબ વિશાળ સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યાં છો ત્તયારે મને યાદ આવે છે 1998 માં પહેલીવાર હું મંડાળા આવ્યો અને મંડાળા આવ્યો ત્યારે જે બે ત્રણ પરિવારો સાથેનો નજીકનો સંબંધ હતો એમાં ડોક્ટર મધુસુદનભાઈ પટેલ નો પરિવાર એ અગ્રસ્થાને હતો આજે એમની સ્મૃતિમાં જ્યારે આ પ્રવેશદ્વાર બની રહ્યું છે ત્યારે હૃદયપૂર્વક ખૂબ વિશેષ આનંદ થાય છે એમણે જે એમની સેવા નું સમર્પણ જે સમગ્ર ગામ માટે અને સમાજ માટે કર્યું છે એને આજે આપણે બિરદાવી રહ્યા છે એનો પણ ખૂબ આનંદ છે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here