ડભોઇ નગરમાં આવેલો વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાનું મંદિર નો મેળો સાંજે યોજાય છે જેમાં મોટી સંખ્યામાં બહુચરાજી માતાના દર્શન કરી મેળા નું મજા માનતા હોય છે ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો હતો.

ડભોઇ માં આવેલ ચાર ઐતહાસિક ભાગોળો ની નજીક માતાજી બિરાજમાન છે જે પૈકી ડભોઇ ની વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિરે આસો સુદ આઠમ ના રોજ મહામેળા તથા નવચંડી નું આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રી દરમિયાન 9 દીવસ આ મંદિરે આનંદ ના ગરબા નું આયોજન પણ કરવામાં આવે છે

જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો આવી દર્શન કરી બહુચરાજી માતા ની આરાધના કરે છે.નવરાત્રી ના અઠમાં દિવસે આ મંદિરે ભવ્ય મેળો યોજાય છે જેમાં ખાણીપીણી ની લારીઓ ,રમકડાં ની હાટડીઓ,સહિત ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે જે મેળા માં મોટી સંખ્યા માં નગરજનો આવી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

