ડભોઇ તાલુકાના પણસોલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.બોડેલીથી ડીસા તરફ મકાઈ ભરીને જઈ રહેલી ટ્રક ડભોઇ તાલુકાના પણસોલી ગામ પાસે રોડની બાજુમાં ઊભી હતી.

આ દરમિયાન, પુરપાટ ઝડપે બાઇક નંબર GJ34X6040 ના ચાલક કે અંધારામાં ઊભેલી ટ્રક નંબર G J09AV ની પાછળ ધડાકાભેર ઘૂસી ગયા હતા.અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કાવર ગામના રહેવાસી હતા. મૃત્યુ યુવાન સુનિલભાઈ ગીરીશભાઈ નાયકા ઉમર 30 વર્ષ
રંગીતભાઈ ઇન્દુભાઇ રાઠવા ઉંમર 28 વર્ષ
અકસ્માતની જાણ થતાં જ ડભોઇ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબ્જો લઇને કાર્યવાહી હાથ ધરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને ટ્રકના ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે જેતપુરના કાવર ગામના આદિવાસી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

