VADODARA : ડભોઇ વસઈ માર્ગ પર અધૂરા ગરનાળાનું કામ વાહનચાલકો ત્રાહિમામ…

0
49
meetarticle

ડભોઇ વસઈ માર્ગ પર અધૂરા ગરનાળાનું કામ વાહનચાલકો ત્રાહિમામ, પાંચ મહિનાથી હાલાકી ડભોઇ તાલુકાના તરસાણા ચોકડીથી વસઈ ગામ સુધીના રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ માર્ગ પર બનાવવામાં આવેલા નવા ગરનાળા આસપાસ રોડનું જોડાણ ના થવાના કારણે છેલ્લા પાંચ મહિનાથી વાહનચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. ગરનાળાનું મુખ્ય માળખું બની ગયું હોવા છતાં, તેની આગળ અને પાછળના ભાગે રોડનું જોડાણ અધૂરું રહેતા, ગરનાળાઓ રસ્તાની સપાટીથી અધ્ધર દેખાઈ રહ્યા છે.પાંચ મહિનાથી હાલાકી: કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ડભોઇથી વસઈ વચ્ચે રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા આ ગરનાળાઓની આગળ-પાછળ ડામર કે અન્ય કોઈ મટિરિયલ નાખીને તેને રોડના લેવલ સાથે સરખું કરવામાં આવ્યું નથી.

આના પરિણામે, વાહનચાલકો જ્યારે આ ગરનાળા પરથી પસાર થાય છે, ત્યારે તેમને અચાનક ઊંચા-નીચા રસ્તા પર ગાડી ચડાવવી પડે છે, જેનાથી આંચકા લાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે પાંચ મહિનાથી ગરનાળા બની ગયા છે, પણ રોડ અધૂરો છે. રાત્રે તો લેવલનો ખ્યાલ ન આવતા અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. ખાલી કપચી પાથરી દીધી છે, જે લપસણી હોય છે. સત્તાવાળાઓની બેદરકારીને કારણે અમે રોજ હેરાન થઈએ છીએ રાત્રિના સમયે અકસ્માતનો ભયઅધૂરા કામને કારણે રસ્તાનું લેવલ યોગ્ય ન રહેતા, ગરનાળાના જોડાણ પાસે માત્ર કપચી પાથરીને કામ પૂરું થયાનો આભાસ ઊભો કરવામાં આવ્યો છે. આ અપૂરતું અને જોખમી જોડાણ, ખાસ કરીને રાત્રિના સમયે વધુ જોખમી બને છે. લેવલનો સ્પષ્ટ ખ્યાલ ન આવતા, વાહનચાલકોને ગાડી કૂદાવવી પડે છે, જેના કારણે અકસ્માતોનો ભય સતત રહે છે. આ કામગીરી ડભોઇ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ (R&B) હેઠળ આવતી હોવા છતાં, છેલ્લા પાંચ મહિનાથી આ ગંભીર સમસ્યા અધિકારીઓની નજરમાં કેમ નથી આવી? કે પછી જાણી જોઈને કોન્ટ્રાક્ટરની બેદરકારી ન અવગણવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે.

લોકોમાં એવી ચર્ચા છે કે અધિકારીઓની મિલીભગત કે ઢીલાસને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં આટલો મોટો વિલંબ અને બેદરકારી દાખવવામાં આવી રહી છે. લોકોની ઉગ્ર માંગ: ત્વરિત કામગીરી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો ડભોઇ અને વસઈ ગામ વચ્ચે નિયમિત અવર-જવર કરતા વાહનચાલકો અને સ્થાનિકોમાં આ અધૂરા કામને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે વહેલી તકે આ ગરનાળાઓનું જોડાણ કાર્ય પૂર્ણ કરીને રોડને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની ઉગ્ર માંગ કરી છે.સ્થાનિકોની મુખ્ય માંગ તાત્કાલિક કામ પૂર્ણ કરવું: વહેલી તકે ડામર નાખીને ગરનાળા અને રોડનું લેવલ સરખું કરવામાં આવે.જવાબદારી નક્કી કરવી: R&B વિભાગના અધિકારીઓ તાત્કાલિક જાગે અને આ બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લે.બ્લેકલિસ્ટ કરવાની માંગ: જે કોન્ટ્રાક્ટરે પાંચ મહિના સુધી કામ અધૂરું રાખ્યું છે અને લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here