ડભોઇ સાધલી થી કાયાવરોહણનો નવો સ્ટેટ નો રસ્તો તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયેલ ના હોવાના કારણે સદંતર બંધ થતાં આ વિસ્તારનો વાહન વ્યવહાર બંધ થતા જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોરથી કાયાવરોહણ થઈ સાધલી નો રસ્તો સાત મીટર પહોળાઈ ના બદલે 10 મીટર પહોળાઈ કરવા માટે રૂપિયા 57 કરોડના ખર્ચે નું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ અને ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પ્રથમ નવરાત્રી એ કરવામાં આવ્યું હતુ. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાતાં શરૂઆતથી જ સાધલી ,ટીમ્બરવા અને લિંગસ્થળી વચ્ચે કામ બાબતે વિવાદ ઊભો થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા હયાત રસ્તાને ખોદીને તેનો રફ માલ આ રસ્તાની બાજુમાં જ બંને સાઇડ એ નંખાતો હતો ,

ખરેખર હયાત રસ્તાની આજુબાજુ એક થી દોઢ ફૂટ ઊંડુ ખોદીને પથ્થરો મેટલ અને કપચા નાખીને પુરવાનું હતું. તેના બદલે આ રોડ ખોદીને એનો રફ માલ નંખાતો હતો. આ સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર ના જવાબદાર મણસ કે માર્ગ મકાન તંત્રના જવાબદાર અધિકારી કે કર્મચારી મળતા નહોતા ,ફક્ત મજૂરોના ભરોસે રામ ભરોસે કામ ચાલતું હતું.હાલ માં
સાધલી- કાયાવરોહણ માર્ગના નવીની કરણને કમોસમી વરસાદે માર્ગ મકાન વિભાગ અને રોડ કોન્ટ્રાક્ટરના અનગઢ કામની પોલ ખુલ્લી પાડી છે, અને તંત્રના પાપે 9 કિલોમીટરના રોડ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય થતાં વાહનવ્યવહાર સદંતર બંધ થયેલ છે.અને જનતાને હાલાકી વેઠવો વારો આવી રહ્યોં છે. કોન્ટ્રાક્ટર દ્વારા એક પણ સાઇટ ચાલુ રાખ્યા વગર મશીનો લગાવી આખો માર્ગ તોડી દેવાયો, જેનાથી રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.અને શિનોર તાલુકાની જનતા ને 9 કિલોમીટરના અંતર માટે 35 કિલોમીટરનો ફેરાવો કરવો પડી રહ્યોં છે. કાયાવરોહણ ગામે એસટી બસ મુસાફરો ને ઉતારે છે, પરંતુ પછી મજબુર મુસાફરોને ડીજીટલ યુગમાં 9 કિલોમીટર પગદંડીથી ચાલવાનો વારો આવે છે.માર્ગ મકાન તંત્ર તથા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆતથી કોઈ ડાઈવરઝન આપવામાં આવેલ નથી અને બાંધકામના નિયમ મુજબ કઈ એજન્સી દ્વારા, કેટલા મટીરીયલ થી કેટલા સમયમાં આ કામ પૂરું કરવામાં આવશે, તેની જાહેરાતનું કોઈ બોર્ડ મારવામાં આવેલ નથી અગાઉ એક વર્ષ પહેલા નારેશ્વર થી પાલેજ, કાયાવરોહણ થી ધનયાવી- તરસાલી અને કરજણ થી ડભોઇનો નવો જ બનાવેલ રસ્તો હાલમાં સદંતર ખાડા- ખૂબડ વાળો થઈ ગયેલ છે, તેનું પુનરાવર્તન હાલમાં આ રસ્તા ઉપર થઈ રહ્યાનું દેખાઈ આવે છે અને સરકારના નાણાં નો તંત્ર તથા કોન્ટ્રાક્ટર દ્વારા બગાડ થતો હોવાનું દેખાઈ આવે છે,

માર્ગ મકાન તંત્રના જવાબદાર અધિકારીઓ તથા ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ રસ્તો પુરી ગુણવત્તા યુક્ત મટીરીયલથી એસ્ટીમેન્ટ મુજબ થાય તે માટે પોતાની વગ નો ઉપયોગ કરે એવી લોક માંગ છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

