VADODARA : ડભોઈમાં વર્ષો જૂની પરંપરા મુજબ દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો

0
38
meetarticle

ડભોઈ નગરમાં દેવ દિવાળીના પવિત્ર અવસરે વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ નરસિંહજી ભગવાનનો ભવ્ય વરઘોડો નગર ના મુખ્ય માર્ગો પર નીકળ્યો હતો. નગરના મધ્યમાં આવેલ લાલ બજાર સ્થિત વર્ષો પુરાણા નરસિંહજી ભગવાનના મંદિરેથી આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.


ભગવાન નરસિંહજી વર્ષમાં માત્ર એક જ વખત વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળે છે. આ અલૌકિક અને અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે ભક્ત સમુદાય આતુરતાથી રાહ જોવે છે. આ વરઘોડો ધૂમધડાકા અને ભક્તિમય વાતાવરણ સાથે નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે.

આ શોભાયાત્રા ડભોઈના હીરા ભાગોળ બહાર આવેલ તુલસીવાડી ખાતે રાત્રિના સમયે પહોંચી હતી જ્યાં તુલસીવાડી ખાતે પરમ પવિત્ર તુલસી વિવાહની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન નરસિંહજી ને તુલસીજી સાથે બિરાજમાન કરીને વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ મંગળ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનો એ લગ્નના સાક્ષી બનવાનો અલૌકિક લહાવો પ્રાપ્ત કર્યો હતો.


​ જે બાદ તુલસી વિવાહની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ, રાત્રિના સમયે ભગવાન નરસિંહજીનો વરઘોડો પરત ફરી ને લાલ બજાર ખાતે આવેલ તેમના નિજ મંદિર – નરસિંહજી મંદિરે પહોંચ્યો હતો જ્યાં વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.ડભોઇ ના ઉંચાટીબા વિસ્તાર માં રહેતા રાજુભાઈ શાહ
રાજેશભાઇ શાહ,ભરતભાઈ શેઠ,ગોપાલભાઈ શાહ,અને રિકીનભાઈ શેઠ જેવા અગ્રણીઓ ની અધ્યક્ષતા માં વરઘોડા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું
અને દેવદિવાળી નિમિતે તુલસી વિવાહ પ્રસંગે સમગ્ર ડભોઈ નગર ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here