પત્નીને માથામાં ઈંટ મારીને હત્યા કરનાર પતિને આજીવન કેદ સજા ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા વર્ષ 2024માં ડભોઈના રાધે કોમ્પલેક્ષ પાછળ ઝૂંપડપટ્ટી માં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિ દ્વારા પત્નીની માથામાં ઈંટ મારી ઈજા પહોંચાડી હતી.

જેનું સારવાર દરમિયાન મોત નીપજાવી ગુનો કર્યા હતો. જે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા હત્યા કરનાર પતિને આજીવન કેદતેમજ ₹20,000 નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2024 માં ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુન્હા નો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજાર નો દંડ કરવામાં આવે છે મળતી વિગતો અનુસાર રાધે કોમ્પલેક્ષ પાછળ આવેલ ઝૂંપડ પટ્ટી માં મીનાબેન ચીમનભાઈ ધાનક અને તેમના પતિ ચીમનભાઈ વરસનભાઈ ધાનક બે બાળકો
સાથે રહેતા હતા બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો અને પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને માથાના ભાગે ચૂલા માં મુકેલ ઇટ મારી દેતા પત્ની મીનાબેન ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમ્યાન મીનાબેન નું મૃત્યુ થયું હતું.બાદ ડભોઈ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો જે કૈસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સકોર્ટમાં ચાલતા સરકારી વકીલ એચ.બી.ચૌહાણ નીએન્ડ સેશન્સ દલીલો અને પુરાવા ને ધ્યાને રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ આર.એમ.શર્મા દ્વારા આરોપી પતિ ચીમનભાઈ વરસનભાઈ ધાનક ને આજીવન કેદ અને રૂ.20000 દંડ નો હુકમ કર્યો હતો વધુ માં આરોપીએ ભરેલ દંડ ની રકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ને ભોગ બનનાર નાં બાળકોને જીવન નિર્વાહ માટે વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

