ડભોઈ તાલુકા ના તીર્થધામ ચાણોદ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને દાનમાં મળેલ મકાન જર્જરીમાં બિલ્ડીંગ ઉપર ભયજનક મોટાઝાડ નો જમાવડો રાહદારીઓ લોકો માટે જોખમી છતાં તંત્ર દ્વારા થઈ રહેલા નજર અંદાજ
બેમજલી મકાન અરીસાન એક સમયે ભવ્ય ભૂતકાળ ધરાવતો આલીશાન ઈમારત જેતે સમયે સોંઘવારી માં સમાજ ના શ્રેષ્ટિ દ્વારા દાન માં લોકકલ્યાણ માટે આપવામાં આવી હતી જેની આજે દયનીય હાલત…….

2011માં ભાજપાના તાલુકા પંચાયત ના મહિલા સદસ્ય એ લેખિત રજૂઆત માં જણાવેલ કે વર્ષ અગાઉ દાતા રમણીક લાલ પારેખ દ્વારા ચાણોદ પંથકના 25 થી 30 ગામો ને આરોગ્ય કેન્દ્ર લાભ મળી રહે તે હેતુથી આપેલ મકાન જર્જરીત થઈ ગઈ હોય તેના નવીનીકરણ તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું
ભાજપના તાલુકા જે સદસ્ય એ 2011માં બિલ્ડીંગ જર્જરીજ સાથે રિપોર્ટ આપેલ હતો તે તાલુકા પંચાયત સદસ્ય ચાણોદ સીટ તરીકે આજે પણ ફરી ચુંટાયા ને તાલુકા સદસ્ય તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે
ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે વાર તહેવારે કારતક માસ ચૈત્ર માસ માં પિતૃ શ્રાદ્ધ તર્પણ માટે લાખો શ્રદ્ધાળુ નો ધસારો જોવા મળે છે નર્મદા નદીમાં સ્નાન માટે ધસારો રહે છે ત્યારે કેટલીક વાર હૃદય રોગના દર્દીઓ સહિત ડૂબવાના બનાવો બનતા જોવા મળે છે આ સહિત ચાણોદ પંથકના આસપાસના 25 થી 30 ગામો ચાણોદ ખાતે આરોગ્યના નિદાન માટે પ્રસુતિ માટે ચાણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ખાનગી દવાખાના ખાતે આરોગ્ય સેવા માટે આવતાં હોય છે ચાણોદ થી 20 કિલોમીટર દૂર ડભોઇ વડોદરા સુધી આકસ્મિક સંજોગોમાં એક્સિડન્ટના બનાવવામાં ઝેરી સાપ પણ ડોક્ટરી સારવાર માટે જવું પડતું હોય છે
વર્ષો પહેલા ચાણોદ ખાતે રેલવે સ્ટેશન પાસે ચાણોદ ગ્રામ પંચાયત પાસે દાતા રમણીક લાલ પારેખ સાહેબ દ્વારા ચાણોદ પંથક નામ આજુબાજુના 25 થી 30 ગામોના ગરીબ અને મધ્યમ વર્ગ સહિત લોક ઉપયોગી અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે મકાન આપેલ હતું જે સમય જતાં જર્જરીત થતા વણ ઉપયોગી થયું. 2011માં ભાજપાના ચાણોદ તાલુકા પંચાયત સીટના મહિલા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન માછી દ્વારા બિલ્ડીંગ નવીનીકરણ કરવા તેમજ સ્ટાફ વધારવા મેડિકલ ઓફિસર માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવેલ હતો જે વાતને આજે ઘણો સમય થયો

હાલ ઉપરોક્ત બિલ્ડીંગ જર્જરીત હાલતમાં પણ યથાવત છે બિલ્ડીંગ ઉપર વિકરાળ મોટા ઝાડ ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ જણાય છે ચોમાસામાં વાવાઝોડામાં રસ્તા પર ખાબકે એવા ભય રહેવા પામે છે દાનમાં મળેલ બિલ્ડીંગ સમય સમય રીપેરીંગ ના થતાં આ બિલ્ડીંગ ની દૂરદશા જણાય રહી છે ત્યારે તંત્ર દ્વારા સમય સમયે રીપેરીંગ કેમ કરવામાં આવતું નથી તે એક સવાલ ઉભો થાય છે? હાલ તંત્ર દ્વારા જર્જરિત નાડુ હોવાને લઈ ચાણોદ ખાતે એસ.ટી. બસ બંધ હોય અન્ય ખાનગી વાહનો ચાલતા હોવાને લઈ સ્થાનિક નગરજનો બસ ચાલુ કરવા માંગણી ઉભી થયેલ છે જ્યારે આ બિલ્ડીંગ બાબતે તંત્ર નવીનીકરણ માટે ક્યારેય વિચારશે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યા છે સત્વરે બિલ્ડીંગ ઉપરથી ભયજનક વિકરાળ ઝાડ ને સવારે દૂર કરાય એ સમયની માગ છે
REPOTER : મુકેશ ખત્રી ચાણોદ

