VADODARA : ડભોઈ થરવાસા ચોકડી નર્મદા મેઈન કેનાલ જંગલી ઝાડી-ઝાંખરાના ભરડામાં ખેડૂતોને શિયાળુ પાકનું જોખમ

0
28
meetarticle

ડભોઈ તાલુકાના થરવાસા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય (મેઈન) કેનાલની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. લાંબા સમયથી સફાઈ ન થવાના કારણે આ કેનાલ જંગલી ઝાડી-ઝાંખરા, વેલ અને વૉચ ઘાસના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે. નર્મદા નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે, જેનાથી નડા વસાહત અને નડા ગામથી આગળના ગામોના ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો પ્રવાહ અટક્યો, ખેડૂતો પરેશાન નર્મદા કેનાલની અંદર અને કિનારી પર મોટા પ્રમાણમાં ઘાસ અને ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેનાલની મધ્યમાં ઊગી નીકળેલા વૉચ ઘાસ અને જંગલી વનસ્પતિને કારણે પાણી આગળ જઈ શકતું નથી. આ મુખ્ય કેનાલનું પાણી ઘણા ગામોના ખેતરો સુધી પહોંચે છે, પરંતુ હાલ પ્રવાહ અટકી જતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી.શિયાળુ પાકનું જોખમ: સિંચાઈના પાણી વગર ખેડૂતોને પોતાનો શિયાળુ પાક ગુમાવવો પડે તેવી ભીતિ છે.


​કેનાલ તૂટવાનો ભય: કેનાલની આસપાસ ઊગી નીકળેલા જાડી-ઝાખરાના મૂળિયાં કેનાલની દીવાલોને નબળી પાડી રહ્યા છે, જેના કારણે કેનાલ તૂટવાની સંભાવના વધી ગઈ છે. અધિકારીઓની બેદરકારી: વારંવાર રજૂઆતો છતાં સફાઈ નહીંખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના સ્થાનિક અધિકારીઓને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. જોકે, આ બેદરકાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને કેનાલની સફાઈની કામગીરી આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. ખેડૂત આગેવાનનું નિવેદન: “અમે વારંવાર અધિકારીઓને જાણ કરી છે કે કેનાલમાં ઝાડી-ઝાકરા ઉગી ગયા છે અને પાણી આગળ જતું નથી, પણ કોઈ સાંભળતું નથી. જો શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતોની હાલત કફોડી બનશે અધિકારીઓ માત્ર ત્યારે જ સફાઈ કરે છે જ્યારે કોઈ મોટા નેતા કે ઉચ્ચ અધિકારી આ વિસ્તારમાંથી પસાર થવાના હોય, તે પણ માત્ર ઉપરછલ્લી સફાઈ જ થાય છે, ઊંડાણપૂર્વક સફાઈ થતી જ નથી. માત્ર VIP રૂટ પર જ સફાઈ, અંદરની સફાઈ માત્ર કાગળ પર
​ખેડૂતોમાં રોષ છે કે નર્મદા નિગમઅધિકારીઓ માત્ર VIP રૂટ પરની કેનાલોની સફાઈ કરીને પોતાની કામગીરી બતાવી દે છે. જ્યાં કોઈ નેતા કે વરિષ્ઠ અધિકારી પસાર ન થતા હોય, તેવી આંતરિક અને મુખ્ય કેનાલોની સફાઈમાં બેદરકારી દાખવવામાં આવે છે. આ બેદરકારીનો ભોગ સીધોસાદો ખેડૂત બની રહ્યો છે. તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ
​ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતાથી નોંધ લે અને તાત્કાલિક ધોરણે થરવાસાથી આગળના વિસ્તારમાં જતી નર્મદાની મુખ્ય કેનાલની સઘન સફાઈ કરાવે. જો સમયસર સફાઈ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને પાણીના અભાવે ખેડૂતો પાક શિયાળો પાક લઈ શકે નહીં

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here