​VADODARA : ડભોઈ પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો

0
62
meetarticle

ડભોઈ પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે.ડભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂની હેરાફેરીનો મોટો રેકેટ પકડી પાડ્યો છે. પોલીસે સંખેડાથી ડભોઈ થઈને વડોદરા તરફ જતા એક અંતરિયાળ માર્ગ પર આ કાર્યવાહી કરી હતી. આ ઓપરેશનમાં કુલ રૂ. 7,69,438ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,

જેમાં 1234 વિદેશી દારૂની બોટલો અને બે કારનો ઝડપી પાડી હતી ડભોઈ ડી.વાય.એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. કે.જે. ઝાલા અને તેમની ટીમ ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ સક્રિય હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો મોટો જથ્થો બે અલગ-અલગ કારમાં સંખેડાથી ડભોઈ થઈને બોરબાર-નડાના રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીને આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વ્યૂહાત્મક રીતે રસ્તા પર વાહનોની આડશ ઊભી કરીને વોચ ગોઠવી હતી.વાહનચાલકો ફરાર, પોલીસે દારૂ જપ્ત કર્યો


​જેમ જ વોચ ગોઠવવામાં આવી, પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો. પોલીસે આ કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ જ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી, જેનો ચાલક પણ પોલીસને જોઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો.આ બંને કારમાંથી કુલ 1234 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બંને કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂ. 7,69,438નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ કોની છે તેની હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ પકડવાના પણ ચક્ર ગતિમાન કરી રહી છે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here