રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દર વર્ષે શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવતું હોય છે.

ડભોઈની મહેદવીયા સ્કૂલ ખાતે પણ આ હાલ શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ૨૦૨૫-૨૬ અંતર્ગત ડભોઇ તાલુકા હેલ્થ ઓફીસ ઓફિસર શ્રી ડૉ.નિલકમલસિંહ અને તેઓની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી.આ કાર્યક્રમ હેઠળ શાળાના ધોરણ ૯ થી ૧૨ ના લગભગ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. નિદાન બાદ જે વિદ્યાર્થીને વધુ સારવારની જરૂર જણાય એવા કિસ્સાઓમાં સી.એચ.સી હોસ્પિટલ સંદર્ભ સેવા આપવામાં આવતી હોય છે. શાળાના પી.ટી ટીચર રજ્જબશા ફકીરના સંકલનમાં સમગ્ર આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયેલ હતો. આ પ્રસંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ઈબ્રાહીમભાઈ મહુડાવાલા અને મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ. શાળા ના આચાર્ય સફીભાઈ ગોરી ઉપસ્થિત રહી મેડીકલ ટીમનું સ્વાગત કરી તેમની ઉમદા કામગીરીને બિરદાવી હતી અને વિશેષ જરૂરીયાત ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મેડીકલ ટીમની મીટીંગ કરવા સલાહ સૂચન કર્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

