ડભોઈ શહેર વેપારીને બોગસ એપ્લિકેશનથી રૂા.૪,૪૦,૦૦૦ ચુનો ચોપડ્યો ડભોઇના વેપારીને ઠગે આરટીઓની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને અલગ અલગ સમયે રૂ.૪,૪૦,૦૦૦ નાણાં ઉપાડી લઇને ચુનો ચોપડ્યો હતો.

મળતી વિગત મુજબ ડભોઈની શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા મૂળ કચ્છ ભુજના થોભડી ગામના વતની ૪૩ વર્ષના મનોજ છગન પટેલ વેપાર કરે છે તેણે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે છઠ્ઠી જુલાઈ ૨૦૨૫ની રાત્રે ૯:૦૦ વાગ્યા ધરતી સાતમી જુલાઈ ૨૦૨૫ દરમિયાન તેમને અજાણ્યા ઠગ દ્વારા છઠ્ઠી જુલાઈ ૨૦૨૫ ના રોજ મનોજભાઈના વોટ્સએપ મોબાઈલ નંબર પર આઈટીઓ ચલણ નામની ફેક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી અને આરટીઓનું ચલણ ભરવાવેપારીને ઠગે આરટીઓની બોગસ એપ્લિકેશનડાઉનલોડ કરાવીને અલગ અલગ સમયે નાણાં ઉપાડી લીધામાટે તેઓએ તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી સાતમી જુલાઈના રોજ મનોજભાઈના એચડીએફસીના એકાઉન્ટમાંથી રૂપિયા ૧,૩૪,૦૦૦ કપાયા હતા તે બાદ ફરી પાછળ કરંટ ખાતામાંથી રૂ.૧,૧૬,૦૦૦ કપાયા હતા અને સેવિંગ એકાઉન્ટમાંથી રૂ. ૧,૯૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૪૦,000 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા મનોજભાઈના ખાતામાંથી કોઈએ ઉપાડી અને ઠગાઈ કરી હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી, ડભોઈ

